આ રીતે ઘરે બનાવો બટેટાની ટેસ્ટી અને ક્રિસ્પી ચિપ્સ - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો બટેટાની ટેસ્ટી અને ક્રિસ્પી ચિપ્સ

આ રીતે ઘરે બનાવો બટેટાની ટેસ્ટી અને ક્રિસ્પી ચિપ્સ

 | 2:27 pm IST

બટેટાની વેફર્સતો દરેક લોકોને પસંદ હોય છે. એવામાં તમે બજારમાંથી લઇને કેટલીક વખત બટેટાની વેફર્સ ટ્રાય કરી હશે. બટેટાની ચિપ્સ અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. તો આજે અમે ઘરે કેવી રીતે બટેટાની ચિપ્સ બનાવાય તે અંગેની રેસિપી લઇને આવ્યા છીએ.તો આવો જોઇએ ઘરે કેવી રીતે બટેટાની ચિપ્સ બનાવી શકાય.

સામગ્રી
પ્રમાણુસાર – બટેટા
1/2 ચમચી – ફટકડીનો પાઉડર
1 ચમચી – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટાની ચિપ્સ બનાવવા માટે બટેટાને બરાબાર ધોઇને સાફ કરી લો. તે બાદ તેને છોલીને ચિપ્સ કટર કે ફૂડ પ્રોસેસરથી પાતળા ચિપ્સ કટ કરી લો. હવે એક વાસણમાં ચિપ્સ ડૂબે તે પ્રમાણે પાણી લો. હવે પાણીમાં ફટકડી પાઉડર ઉમેરીને બરાબાર મિક્સ કરી લો. હવે તેમા બટેટાની ચિપ્સ ઉમેરો. તેને 2-3 કલાક પાણીમાં રહેવા દો. તે પછી બટેટાની ચિપ્સને પાણીમાંથી નીકાળી સાફ પાણીથી ધોઇ લો. હવે અન્ય એક વાસણમાં ચિપ્સ ડૂબે તે પ્રમાણે પાણી લો અને તે પાણીને ઉકાળો. પાણીમાં ઉકળે એટલે તેમા ચિપ્સ ઉમેરી 6-8 મિનિટ રાખ.. ચિપ્સ હળવી મુલાયમ થાય ત્યાં સુધી ઉકાળો અને ગેસ બંધ કરી દો. તે બાદ તેમાથી ચિપ્સ બહાર નીકાળી તેને ચાદર પર કે પ્લાસ્ટિક પર સૂકવી દો. ચિપ્સને એક-એક કરીને સૂકવી દો. જેથી તે ચિપકી ન જાય. 2-3 દિવસ ચિપ્સને તડકામાં સૂકવી રાખો. તૈયાર છે બટેટાની ચિપ્સ. જેને તમે ગમે ત્યારે તરીને ખાઇ શકો છો.