સ્વાદિષ્ટ બાસુંદી ઘરે બનાવો, પરિવારના દરેક લોકો થઇ જશે ખુશ - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1175 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્વાદિષ્ટ બાસુંદી ઘરે બનાવો, પરિવારના દરેક લોકો થઇ જશે ખુશ

સ્વાદિષ્ટ બાસુંદી ઘરે બનાવો, પરિવારના દરેક લોકો થઇ જશે ખુશ

 | 12:28 pm IST

બાસુંદી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો કોઇપણ પ્રસંગમાં આજકાલ ખાસ કરીને બાસુદી બનાવવામાં આવે છે. તે સિવાય જો તમને બાસુદી ખાવાની ઇચ્છા થઇ હોય તો તમે બજારમાંથી મળતી બાસુદી લાવો છો. પરંતુ શુ આ બાસુદી ઘરે જ બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ બનશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ બાસુદી..

સામગ્રી
2 લીટર – ફૂલ ક્રીમ દૂધ
1 કપ – ખાંડ
1/2 ચમચી – ઇલાયચી પાઉડર
2 ચમચી – બદામ-પિસ્તાની કતરણ
1/4 ચમચી – કેસર

બનાવવાની રીત
સૌ પ્રથમ બાસુદી બનાવવા માટે દૂધને એક જાડા વાસણમાં ગરમ કરવા મૂકો. દૂધને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે ઉકળીને અડધું ન થઇ જાય. દૂધને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જેથી તે વાસણમાં ચોટે નહીં. દૂધમાં ખાંડ મિક્સ કરીને ધીમી આંચ પર સતત ગરમ કરતા રહો. આશરે અડધો કલાક દૂધને ઉકાળી લો. હવે તેમા ઇલાયચી પાઉડર અને કેસર મિક્સ કરીને 15 મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી લો.હવે તેને પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરી શકો છો. તે સિવાય તમે બાસુંદીને ફ્રીઝમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો.