food How make a tasty lauki muthiya with hot tea in the evening
  • Home
  • Featured
  • ઠંડક આપે એવી દુધીના મુઠિયા, સાંજની ગરમ ચા સાથે ખાવાની પડશે મજા

ઠંડક આપે એવી દુધીના મુઠિયા, સાંજની ગરમ ચા સાથે ખાવાની પડશે મજા

 | 4:35 pm IST

અત્યાર સુધી તમે સાદા મુઠિયા, મેથીના મુઠિયા, વધેલી ખીચડીના મુઠિયા પણ ટ્રાય કર્યા હશે.પરંતુ શુ તમે ક્યારેય દુઘીના મુઠિયા ટ્રાય કર્યા છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરે સ્વાદિષ્ટ અને સહેલાઇથી બનાવી શકાય દુધીના મુઠિયા..આ વાનગી બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે. દુધીના મુઠિયા ગુજરાતની ખાસ વાનગીમાં સામેલ છે.

સામગ્રી

1 બાઉલ – દુધી (છીણેલી)
1/2 કપ – ચણાનો લોટ
1/2 કપ – સોજી
1/3 કપ – ઘઉંનો લોટ
2 નાની ચમચી – લીંબુનો રસ
1/2 બાઉલ – કોથમીર
1/2 ચમચી – આદુની પેસ્ટ
1 ચપટી – હીંગ
1 નાની ચમચી – જીરૂ
1 નાની ચમચી – રાઇ
1/2 ચમચી – તલ
1/2 ચમચી – હળદર
1/2 ચમચી – લાલ મરચું
4-5 નંગ – લીમડો (મીઠો)
1/4 ચમચી – બેકિંગ સોડા
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ છીણેલી દુઘીને એક બાઉલમાં રાખો. ત્યાર પછી ચણાનો લોટ, સોજી અને ઘઉંનો લોટ તેમા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા હળદર, લાલ મરચું, હીંગ, આદુની પેસ્ટ, કોથમીર, લીલા મરચાં, જીરૂ, બેકિંગ સોડા, લીંબુનો રસ, તલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેનો લોટ બાંધી લો. હવે આ લોટને સરખા પ્રમાણમાં રોલની જેમ મુઠિયા બનાવી લો. હવે આ મુઠિયાને બાફી લો. 15 મિનિટ બાદ મુઠિયા બફાઇ જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. મુઠિયા બફાઇ જાય એટલે તેને એક પ્લેટમાં નીકાળીને ઠંડા કરવા મૂકો. તે પછી તેને સરખા ટૂકડામાં કટ કરી લો. હવે મીડિયમ આંચ પર એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા લીમડો, રાઇ અને જીરૂ ઉમેરો. હવે તેમા મુઠિયા ઉમેરી લો. ઉપરથી તમે લાલ મરચું ઉમેરી શકો છો. તેને બરાબર હલાવી લો. તૈયાર છે દુધીના મુઠિયા.. તેને એક પ્લેટમાં નીકાળીને કોથમીરથી ગાર્નિશ કરી લો. જેને તમે ચા કે સોસ જોડે સર્વ કરી શકો છો.

આ પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન