Food How Make punjabi palak Soup easy Recipe For Winter
  • Home
  • Featured
  • ગરમા ગરમ પાલકનો સૂપ પીવા હવે બહાર નહીં, ઘરે જ બનાવો

ગરમા ગરમ પાલકનો સૂપ પીવા હવે બહાર નહીં, ઘરે જ બનાવો

 | 1:01 pm IST

શિયાળો શરૂ થાય એટલે માર્કેટમાં દરેક પ્રકારના શાકભાજી જોવા મળે છે. આ રંગબેરંગી શાકભાજી જોવામાં જેટલા સુંદર લાગતા હોય છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. આથી જ તમે એક કે બીજી રીતે આ શાકભાજીને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. શિયાળાની ઠંડીમાં આપણે ગરમા-ગરમ વાનગી ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. અને એમાં પણ જો સ્વાદિષ્ટ સૂપ મળી જાય તો સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ સારુ રહે છે.

જરૂરી સામગ્રી

2 ચમચી – બટર
2 કપ – સમારેલી પાલક
1 નંગ – સમારેલી ડુંગળી
1/2 ચમચી – સમારેલી લસણ
2 કપ – દૂધ
2 ચમચી – મેંદો
1 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – મરી પાઉડર

બનાવવાની રીત

સૌપ્રથમ સમારેલી પાલકને પાણીથી બરાબર ધોઈ લો. ગરમ પાણીમાં પણ એકાદ વખત ધોઈ લો. હવે આ પાલકની ગ્રેવી બનાવી લો. એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલું લસણ, મીઠું અને મરીનો ભૂક્કો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ બધી જ સામગ્રીને પાલક સાથે મિક્ષરમાં ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર મિક્ષ કરીને પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં બટર ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મેંદો ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. હવે તેમાં દૂધ ઉમેરીને ઝડપથી હલાવો. જેથી મેંદામાં ગાંઠ ન રહી જાય. થોડીવાર બાદ તેમાં પાલકની ગ્રેવી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. જરૂર લાગે તો તેમાં તમે પાણી ઉમેરી શકો છો. સૂપ બરાબર ઉકળી જાય એટલે તેને ગરમા-ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન