Food How To make Anise Juice Recipe In Summer
  • Home
  • Featured
  • કાળઝાળ ગરમીમાં ઘરે જ બનાવો વરિયાળીનું શરબત, મળશે ઠંડક

કાળઝાળ ગરમીમાં ઘરે જ બનાવો વરિયાળીનું શરબત, મળશે ઠંડક

 | 4:12 pm IST

ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે લોકો ઠંડા પીણા પીએ છે. તો આજે અમે તમારા માટે વધુ એક પીણું લઇને આવ્યા છીએ. વરિયાળીનું સેવન કરવું ગરમીમાં ખૂબ ફાયદાકારક હોય છે. તેમા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ અને એન્ટી ઓક્સીડેન્ટ રહેલા છે. જે તમારા શરીરને ઠંડુ રાખે છે. સાથે જ શરીરને એનર્જી પૂરી પાડે છે અને મગજને તેજ કરે છે. ગરમીની ઋતુમાં તમે આ શરબત બનાવીને પી શકો છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વરિયાળીનું શરબત..

સામગ્રી

1 જગ – પાણી
1 કપ – વરિયાળી (શેકેલી)
1 ટૂકડો – આદું
સ્વાદાનુસાર – મધ

બનાવવાની રીત

સૌ પ્રથમ પેનમાં પાણી લઇને તેમા આદુ અને શેકેલી વરિયાળી ઉમેરી બરાબર ઉકાળી લો. ત્યાર પછી તેને ઠંડુ કરી લો. તમે ઇચ્છો તો તેને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. સવારે ઉકાળી લો અને ફરીથી ઠંડુ કરી લો. તેનું સેવન કરતા સમયે એક ચમચી ખાંડ અને એક ચમચી મધ મિક્સ કરી લો. તેને ઠંડુ કરીને પીવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે. તે સિવાય સરબતને સુગંધિત બનાવવા માટે તમે વરિયાળીને પહેલા અન્ય પેનમાં ઉમેરી શેકી લો અને પછી શરબત બનાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન