Food How To Make At Home banana wafers For Gauri vrat Recipe
  • Home
  • Featured
  • ગૌરી વ્રતમાં પણ ખાય શકશો કેળાની વેફર્સ, આ રીતે બનાવો ઘરે

ગૌરી વ્રતમાં પણ ખાય શકશો કેળાની વેફર્સ, આ રીતે બનાવો ઘરે

 | 11:05 am IST

કેળાની વેફર્સ બાળકોથી લઇને મોટા દરેક લોકોને પસંદ હોય છે. તે ખૂબ સારો નાસ્તો છે. તેને પિકનિક સમયે કે ભૂખ લાગે ત્યારે ખાઇ શકાય છે. ખાસ કરીને કેળાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તો આજે અમે તમારા માટે કેળાની વેફર્સ કેવી રીતે ઘરે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. આ વેફર્સ તમે ગૌરી વ્રતના ઉપવાસમાં પણ ટ્રાય કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી કેળા વેફર્સ..

સામગ્રી

6 નંગ – કાચા કેળા
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ કાચા કેળાને છોલી લો. એક બાઉલમાં ઠંડુ પાણી લો અને તેમા મીઠું ઉમેરી લો, તેમા છોલેલા કેળા 10-15 મિનિટ રાખી મૂકો. હવે કેળાને ચિપ્સ કટરથી કટ કરી લો. આ કટ કરેલા કેળાની ચિપ્સને 10 મિનિટ માટે કોઇ કાપડ કે પેપર પર ફેલાવી દો. હવે તે સૂકાઇ જાય એટલે તેને અલગ રાખી મૂકો. ત્યાં સુધી એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. અને ચિપ્સને આછી બ્રાઉન રંગની તળી લો. તૈયાર છે ગૌરી વ્રતમાં ખાય શકાય એવી કેળાની વેફર્સ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન