Food How To Make badam Laddu For rakshabandhan 2019 Recipe
  • Home
  • Featured
  • રક્ષાબંધને તમારા હાથે જ બદામના લાડુ ઘરે બનાવી ભાઇનું મોં કરાવો મીઠું

રક્ષાબંધને તમારા હાથે જ બદામના લાડુ ઘરે બનાવી ભાઇનું મોં કરાવો મીઠું

 | 10:46 am IST

રક્ષાબંધનને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધે છે અને ભાઇનું મોં મીઠું કરાવે છે. ત્યારે તમે કેટલીક વખત બહાર દુકાનમાંથી મિઠાઇ લાવો છો પરંતુ આ મિઠાઇ ઘરે બનાવવામાં આવે તો હેલ્ધી હોય છે. તો લોટ અને બદામના લાડુને ખૂબ હેલ્ધી માનવામાં આવે છે. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. તો આ વખતે બહાર દુકાનમાંથી નહીં પરંતુ ઘરે તમારા હાથે જ બદામના લાડું બનાવી ભાઇનું મોં મીઠું કરાવો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બદામના લાડું…

બનાવવાની રીત

સૌ પ્રથમ લાડુ બનાવવા માટે તમે એક પેનને મીડિયમ આંચ પર ગરમ કરો. હવે તેમા બે ચમચી ઘી ગરમ કરી લો. તે બાદ તેમા બદામ ઉમેરીને તળી લો. હવે તે આછી બ્રાઉન રંગની થાય એટલે તેને એક પ્લેટમાં નીકાળી લો. હવે એક મોટી કઢાઇ લો તેમા ઘીમ ઉમેરી લોટને 8-10 મિનિટ સુધી શેકી લો. હવે લોટો શેકાય તેની સુગંધ આવે એટલે ગેસની આંચ બંધ કરી લો. હવે બદામ ઠંડી થાય એટલે તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે એક મોટા વાસણમાં બદામ, લોટ, ઇલાયચી પાવડર, ખાંડનો પાવડર અને ઘી ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર મિશ્રણથી લાડુ બનાવી લો. હવે લાડુ બને એટલે તેની પર બદામની કતરણથી ગાર્નિશ કરી લો. તૈયાર છે બદામના લાડુ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન