Food How To Make Chatpata Healthy and Crispy vatana
  • Home
  • Featured
  • દુકાનના બંધ પેકેટના નહીં, હવે ઘરે જ બનાવો હેલ્ધી ચટપટા વટાણા

દુકાનના બંધ પેકેટના નહીં, હવે ઘરે જ બનાવો હેલ્ધી ચટપટા વટાણા

 | 9:54 am IST

તમે ઘણી વખત દુકાનમાં મળતા કુરકુરે વટાણા જરૂરથી ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય તેને ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે જો ના તો આજે અમે તમારા માટે ચટપટા વટાણાની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો.

સામગ્રી

500 ગ્રામ – સૂકા વટાણા
સ્વાદાનુસાર -મીઠું
1/4 ચમચી – કાળામરી પાવડર
1/4 ચમચી – લાલ મરચું
1 ચમચી – આમચૂર પાવડર
1/4 ચમચી – ધાણા પાવડર
2-3 ચપટી – હીંગ
તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ સૂકા વટાણાને ધોઇને 6 કલાક આખી રાત પાણીમાં પલાળીને રાખો. હવે તેમાથી પાણી નીતાળી લો અને કુકરમાં એક પાણીની સાથે તેને ઉકાળી લો. એક સીટી વાગે એટલે ગેસ બંધી કરી લો. જોઇ લો કે વટાણા નરમ થયા છે કે નહી. હવે બે મિનિટ બાદ તેમાથી પાણી નીકાળી લો. બાફેલા વટાણાને એક મોટા કાપડમાં લઇને 2-3 કલાક છાંયડામાં સૂકાવી રાખો. જેથી તેમાથી પાણી સૂકાઇ જશે. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકવા. જ્યારે તેલ બરાબર ગરમ થઇ જાય એટલે તેમા વટાણા ઉમેરો અને તેને બરાબર તળી લો. વટાણાને ધીમી આંચ પર તળવા. 4-5 મિનિટ બાદ વટાણા તળાઇ જશે એટલે તેલની ઉપર આવી જશે. વટાણા થોડાક ક્રિસ્પી થાય એટલે તેને બહાર નીકાળીને ચારણીમાં રાખો જેથી તેમાથી તેલ નીતળી જાય. વટાણા તૈયાર છે. હવે તેમા ઉપરથી કાળામરી પાવડર, મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર, ધાણા પાવડર, હીંગ ઉમેરીને બરાબર મિક્સ કરો. તૈયાર છે ચટપટા ક્રિસ્પી વટાણા.. જેને તમે એર ટાઇટ ડબ્બામાં ભરીને પણ સ્ટોર કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.