Food How to make cheese butter veg club grilled sandwich
  • Home
  • Featured
  • ચીઝ બટરથી ભરપૂર ક્લબ મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવવી છે એકદમ સહેલી

ચીઝ બટરથી ભરપૂર ક્લબ મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવવી છે એકદમ સહેલી

 | 12:12 pm IST

આજકાલ યંગસ્ટર્સને સેન્ડવીચનું નામ આવતાની સાથે જ મોંમાં પાણી આવી છે. ખાસ કરીને નાનાથી લઇને મોટા લોકો સેન્ડવીચ ખાવાના શોખીન હોય છે. તો આજે અમે તમારા માટે ક્લબ મસાલા સેન્ડવીચની સહેલી રીત લઇને આવ્યા છીએ. જે એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ બ્રેડ પર બટર લગાવી ઉપર લીલી ચટણી લગાવી દો. હવે એક બ્રેડ પર કાકડીની સ્લાઈસ મૂકી ઉપર બટેકાની સ્લાઈસ મૂકો. તે બાદ ટામેટાની સ્લાઈસ મૂકી ઉપર બીટની સ્લાઈસ રાખી બ્રેડ કવર કરી દેવી પછી ગ્રીલરમા ગ્રીલ કરી દેવી. હવે તે ગ્રીલ થાય એટલે બહાર નીકાળીને ઉપર ચીઝ છીણી લો અને ચાટ મસાલો છાંટી દો. હવે તેને ટોમેટો સોસ જોડે સર્વ કરવી. તો તૈયાર છે ક્લબ મસાલા સેન્ડવીચ…

 

આ પણ જુઓ : પરિવારજનોએ સ્કૂલ પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન