Food How To Make Cheese capsicum paratha Recipe
  • Home
  • Featured
  • ચીઝી-ચીઝી ખાવાનું મન થયું છે તો બનાવો ચીઝ કેપ્સિકમ પરાઠા

ચીઝી-ચીઝી ખાવાનું મન થયું છે તો બનાવો ચીઝ કેપ્સિકમ પરાઠા

 | 4:30 pm IST

તમે નાસ્તામાં પરાઠા તો અનેક વખત ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય ચીઝ કેપ્સિકમ પરાઠા ટ્રાય કર્યા છે જો ના તો આજે અમે તમારા માટે ચીઝી કેપ્સિકમ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં સહેલી તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચીઝી કેપ્સિકમ પરાઠા…..

સામગ્રી

2 કપ – ઘઉંનો લોટ
1 નંગ – સમારેલું કેપ્સિકમ
2 સ્લાઇસ – ચીઝ
2-3 નંગ – લીલા મરચા
1 ચમચી – લસણ
સ્વાદાનુસાર – મીઠું
શકેવા માટે – તેલ

બનાવવાની રીત

ઘઉંના લોટમાં મીઠું, તેલ તથા જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો. ત્યારબાદ કેપ્સિકમ, ચીઝ, લીલાં મરચાં અને લસણ નાખી મિક્સ કરી સ્ટફિંગ બનાવી લો. હવે લોટની નાની-નાની રોટલી બનાવી તેની વચ્ચે સ્ટફિંગ ભરી તેના બોલ્સ બનાવી લો. આ બોલ્સને થોડા જાડા વણી તવા ઉપર તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. પરાઠા બની જાય એટલે તેને રાયતાની સાથે ગરમ ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન