Food how to make chili paneer recipe
  • Home
  • Featured
  • મસાલેદાર ચીલી પનીર હવે બાળકો માટે ઘરે જ બનાવો

મસાલેદાર ચીલી પનીર હવે બાળકો માટે ઘરે જ બનાવો

 | 4:25 pm IST

આજકાલ નાનાથી લઇને મોટા દરેક લોકોને ચાઇનીઝ પસંદ હોય છે. તો આજે અમે તમારા માટે ચાઇનીઝની એક રેસીપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને લોકો ચાઇનીઝ હોટલમાં ખાવા જાય છે. પરંતુ આજે અમે તમારા માટે ચીલી પનીરની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલી હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચીલી પનીર..

સામગ્રી

400 ગ્રામ – પનીર
1 નંગ – કેપ્સિકમ
1 નંગ – ડુંગળી
1 નાની ચમચી – છીણેલું આદુ
2 મોટી ચમચી – લોટ
1/4 કપ – પાણી
સ્વાદાનુસાર – મીઠું
1/4 ચમચી – મરી
1/2 ચમચી – સોયા સૉસ
2 ચમચી – લાલ મરચાંનો સૉસ
2 ચમચી – ટમેટાનો સૉસ
2 નંગ – સૂકા લાલ મરચાં
2 ચમચી – તેલ
પાણીમાં મિક્સ કરેલો થોડો મકાઇનો લોટ

બનાવવાની રીત

સૌ પ્રથમ પનીરને મોટા ચોસલામાં કાપો અને કિચન ટાવેલ વડે સૂકવો. તેની પર મકાઇનો લોટ ભભરાવો અને એકબાજુ મૂકી દો. કેપ્સિકમ અને ડુંગળીને ચોસલામાં કાપો. લોટમાં મીઠું અને મરી નાખીને મિક્સ કરો, તેમાં પાણી નાખીને એક જાડી પેસ્ટ બનાવો.પનીરના ટુકડાઓને આ લોટના મિશ્રણમાં બોળીને નૉન સ્ટીક કઢાઇમાં સાંતળો. જો તમે ઈચ્છો તો પનીરને પૂરેપૂરી રીતે પણ તળી શકો છો. એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમાં લાલ મરચું, આદુ, ડુંગળી અને કેપ્સિકમના ટૂકડા નાખો. થોડી વાર હલાવતા હલાવતા સાંતળો અને પનીરના ચોસલા નાખો. દરેક વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તેમા ટામેટાંની પ્યુરી, સોયા સૉસ, વિનેગર અને લાલ મરચાંના સૉસમાં ભેળવી લો. પાણીમાં બનાવેલા મકાઇના લોટના મિશ્રણને ઉમેરો. થોડી મરચાની અધકચરી ભૂકી નાખો. તૈયાર છે ગરમા ગરમ ચીલી પનીર..