food-how-to-make-deshi-style-dal-palak-rice-healthy-and-tasty-recipe
  • Home
  • Featured
  • દાલ પાલક રાઇસ જોઇને મોંમાં આવશે પાણી, હેલ્ધી અને ટેસ્ટી

દાલ પાલક રાઇસ જોઇને મોંમાં આવશે પાણી, હેલ્ધી અને ટેસ્ટી

 | 12:15 pm IST

રોજ-રોજ જમવામાં શુ બનાવવું એવું વિચારીને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે એક તદ્દન નવી વાનગી લઇને આવ્યા છીએ. જે ખાસ કરીને તમે બહાર હોટલમાં જમવા જતા હશો તો આજે અમે તમારા માટે એક રેસીપી લઇને આવ્યા છીએ, જેને તમે ઘરે પણ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય દાલ પાલક રાઇસ…

સામગ્રી

1 કપ – તુવેર દાળ
1.5 કપ – ભાત
200 ગ્રામ – પાલક
1 ચમચો – લસણ વાટેલું
1 ચમચી – આદું
1 ચમચી – લીલો મસાલો
1 નંગ – સૂકું લાલ મરચું
1/2 – ચમચી હિંગ
1 ચમચી – લાલ મરચું પાવડર
1/2 ચમચી – હળદર
1 ચમચી – જીરું
1/2 ચમચી – ગરમ મસાલો
2 ચમચા – ઘી
1 ચમચી – તેલ
1 ચમચી – કોથમીર
પીરસવા માટે
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ તુવેર દાળને ધોઈને 1-2 કલાક પલાળવી અને મીઠું હળદર નાખી 3-4 સીટી વગાડવી. ત્યાં સુધી ભાત રાંધી લેવો. પાલક જીણી સમારી ધોઈને ચારણીમા સૂકી કરી લેવી. હવે એક તપેલીમાં 1ચમચી ઘી હિંગ નાખી આદું છીણેલું અને વાટેલા મરચાં ઉમેરી અડધો ગ્લાસ પાણી ઉમેરી ધીમે તાપ પર ઉકારવી. તેમા દાળ ઉમેરીને સાથે જ પાલક ઉમેરી લો. હવે તેને 5-7 મિનિટ બરાબર હલાવો. તે બાદ તેમા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે વધારીયામાં ઘી કે તેલ મૂકી સૂકું લાલ મરચું, જીરું તતડાવી અધકચરું વાટેલું લસણ ઉમેરી આછા ગુલાબી રંગનું સાતરવું. તે બાદ તેમા ગરમ મસાલો લાલ મરચું અને હળદર ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. હવે એક પ્લેટ લો તેમા તૈયાર દાલ પાલક રાઇસ નીકાળી લો. તે બાદ તેમા ઉપરથી તૈયાર વઘાર રેડી દો. તૈયાર છે દાલ પાલક રાઇસ. ગાર્નિશ માટે તમે ઉપરથી કોથમીર ઉમેરી શકો છો.

આ પણ જુઓ : સુરતમાં વિવાદિત બ્રિજ માટે અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા લેવા કમિશનરનું અલ્ટિમેટમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન