Food how to make Dudhi odo recipe
  • Home
  • Featured
  • રીંગણનો નહીં, હવે બનાવો ઘરે જ દુધીનો ઓળો

રીંગણનો નહીં, હવે બનાવો ઘરે જ દુધીનો ઓળો

 | 4:13 pm IST

રીંગણનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શુ તમે ક્યારેય દુધીનો ઓળો ટ્રાય કર્યો છે તો આજે અમે તમારા માટે દુધીનો ઓળો કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવીરીતે બનાવાય દુધીનો ઓળો.

સામગ્રી

50 ગ્રામ- દૂધી
1/2 બાઉલ – વટાણા
3 ચમચી – તેલ
1/2 ચમચી – રાઈ
1/2 ચમચી – જીરું
1/2 ચમચી – હીંગ
1 ચમચી – લસણની પેસ્ટ
1 ડુંગળી – ઝીણી સમારેલી
2 લીલા મરચાં – ઝીણા સમારેલા
1 નંગ – સમારેલા ટામેટા
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – ધાણાજીરું
1/2 ચમચી – ગરમ મસાલો
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ દૂધીને છોલી તેના મોટા ટુકડા કરી બાફી લો. દુધી બફાઈ જાય એટલે તેને મસળી લો. હવે ગેસ પર એક પેન માં તેલ ગરમ કરો તેમા રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે જીરું અને હીંગ નાખો. હવે તેમા લસણની પેસ્ટ નાખી સાતળી લો અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી સાથે વટાણા પણ ઉમેરી દો. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય અને વટાણા ચઢી જાય પછી મસાલા ઉમેરો. હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું નાખી મસાલો બરાબર સાંતળી લો. ત્યાર બાદ તેમાં સમારેલું ટામેટું નાખો. ટામેટું ગળી જાય પછી બાફીને ક્રશ કરેલી દૂધી નાખો તેને 5 થી 7 મિનિટ થવા દો. હવે ઉપરથી તેમાં કોથમીર નાખો તૈયાર છે દ્દૂધીનો ઓળો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.