Food How To make farali peanut kadhi For ekadashi
  • Home
  • Featured
  • આજે અગિયારસ, સાંજે જ બનાવો ફરાળી સિંગદાણાની કઢી

આજે અગિયારસ, સાંજે જ બનાવો ફરાળી સિંગદાણાની કઢી

 | 3:17 pm IST

ઘણા લોકો એવા હોય છે કે જે દર મહિને અગિયારસ કરે છે. આ દિવસે પણ ફરાળી જમવાનું હોય છે. તો તમે બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા ખાઇને કંટાળી ગયા છો, તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપી શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ બનાવવાની સરળ છે. પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે.

સામગ્રી

2 ગ્લાસ – છાશ
1 કપ – સિંગદાણા
1 નંગ – તજ
3-4 નંગ – લવિંગ
1 નંગ – તમાલપત્ર
1 નંગ – સૂકુ લાલ મરચું
1 ચમચી – લીલાં સમારેલા મરચા
2 ચમચી – તેલ
1/2 ચમચી – જીરું
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – ધાણાજીરૂ
2 ચમચી -ખાંડ
જરૂરિયાત મુજબ – લીમડો
જરૂરિયાત મુજબ – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ પહેલા સિંગદાણાને શેકી લો અને તેના ફોતરા કાઢી લો. હવે તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. હવે એક તપેલીમાં છાશ લો. તેમાં સિંગદાણાનો બધો ભૂક્કો મિક્સ કરી દો. તે બાદ કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં મરચા, જીરું, તજ, લવિંગ અને તમાલપત્ર, આખું લાલ મરચું સાંતળો. હવે તેમાં સિંગદાણાવાળી છાશ ઉમેરી લો. હવે તેમાં કોથમીર, લીમડો, લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરું મિક્સ કરો. તે બાદ છાશને બરાબર ઉકળવા દો. પરંતુ તેને સતત હલાવતા રહો, નહિ તો સિંગદાણા નીચે ચોંટી જશે. હવે તમે તમારી મરજી મુજબ કઢીને પાતળી કે ઘટ્ટ રાખી શકો છો. તૈયાર છે તમારી સિંગદાણાની ફરાળી કઢી…

આ પણ જુઓ : વડોદરામાંથી ઝડપાયું બોગસ પાસપોર્ટનું કૌભાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન