Food how to make Gujarati Favorite Idada Recipe
  • Home
  • Featured
  • ઇદડા ખાવાના શોખીન છો તો આ રીતે બનાવો, વારંવાર ખાવાનું મન થશે

ઇદડા ખાવાના શોખીન છો તો આ રીતે બનાવો, વારંવાર ખાવાનું મન થશે

 | 5:04 pm IST

ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. ખાસ કરીને કોઇપણ ખાવાનામાં અલદ ટેસ્ટી ઉમેરીને તેને અલગ સ્વાદ આપવાની કમાલ ગુજરાતીઓમાં છે. તો આજે અમે તમારા માટે એક ખાસ રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાસ કરીને દરકે લોકોની ફેવરિટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઇદડા..

સામગ્રી

3 કપ – ચોખા
1 કપ – અડદની દાળ
1/4 કપ – પલાળેલા પૌઆ
3 મોટી ચમચી – લીલા મરચા-આદુની પેસ્ટ
1 નાની ચમચી – હીંગ
1 ચમચી – ઇનો
1 મોટી ચમચી – લાલ મરચું
1 ચમચી – કાળામરી
સ્વાદાનુસાર – મીઠું
1/4 કપ – તેલ
1 ચમચી – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ ચોખા અને અદડની દાળને ૫ – ૬ કલાક પલાળવા. ચોખા, અદડની દાળ અને પલાળેલા પૌઆને મિક્સરમાં વાટી લેવા. ફરીથી ૪ – ૫ કલાક માટે સાઈડમાં મૂકી રાખવું. ત્યાર પછી તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ , હીગ અને મીઠું ઉમેરવું. ઈદડાના કુકરમાં પાણી ઉકાળવા મુકવુ. થાળીમાં તેલ લગાડવું. ઈદડા ના ખીરામાં ઈનોની પાઉચ ઉમેરી બરાબર હલાવવું થાળીમાં ખીરું રેડવું. ઉપરથી લાલ મરચાં ની ભૂકી અને મરી પાવડર ભભરાવો. કુકરમાં થાળી મૂકીને ૫ – ૬ મિનિટ માટે વરાળથી ચઢવા દેવું. હવે થાળી બહાર કાઢયા પછી ઉપર તેલ લગાડી ને પીરસવું. તેમજ રાઈનો વઘાર કરી કોથમીર અને તલથી સજાવવુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.