Food How To Make Gujarati Raw Mango Sabji Recipe
  • Home
  • Featured
  • ખાટુ-મીઠુ કેરીનું શાક બનાવતા નથી આવડતું તો આ રહી તેની રેસીપી

ખાટુ-મીઠુ કેરીનું શાક બનાવતા નથી આવડતું તો આ રહી તેની રેસીપી

 | 9:29 am IST

ઉનાળો શરૂ થતા જ કેરીની સીઝન ચાલું થઇ જાય છે. તો લોકો પોતપોતાના ઘરે કેરીની અવનવી વાનગીઓ બનાવે છે. તો આજે અમે તમારા માટે કાચી કેરીના શાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે. તો આ શાક ખુબ જ ચટપટું અને ખાટું મીઠું હોય છે. આ શાક માં તમે થોડો અથાણાંનો મસાલો પણ ઉમેરી શકો છો. તો આવો જોઇએ કેવીરીતે બનાવાય કેરીનું સ્વાદિષ્ટ ખાટુ-મીઠું શાક.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. તે બાદ જીરું તતડી જાય પછી તેમાં હળદર અને કાચી કેરી મીક્ષ કરો અને કેરી ને ૩-૪ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું અને મીઠું મિક્સ કરો. તે પછી તેમાં ગોળ મીક્ષ કરો અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી શાક ને હલાવો. હવે શાક ને ૧ મિનિટ સુધી ચડવા દો. હવે શાક ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો અને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. કેરી નું શાક ૫-૭ દિવસ સુધી સારું રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન