Food How To make Gujarati special keri no ras mango juice in summer
  • Home
  • Featured
  • જોઇને જ મોંમાં પાણી આવી જશે, હવે ઘરે જ બનાવો ‘કેરીનો રસ’

જોઇને જ મોંમાં પાણી આવી જશે, હવે ઘરે જ બનાવો ‘કેરીનો રસ’

 | 10:10 am IST

ગરમીની શરૂઆત થતા જ કેરીની સીઝન શરૂ થાય છે અને કેરીનું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવવા લાગે છે. તો આજે અમે કેરીની એક રેસીપી લઇને આવ્યા છીએ. તમે ખાસ કરીને કેરીનો રસ દુકાનમાંથી કે ડેરીમાંથી લાવતા હશો. પરંતુ હાલ કોરોનાના કહેર વચ્ચે બહારથી ઘણી વસ્તુઓ લાવવા કરતા આપણે ઘરે જ કેરીનો રસ બનાવી શકાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કેરીનો રસ…..

બનાવવાની રીત

સૌપ્રથમ પાકેલી કેસર કેરી લો. તેને ધોઈ નાખો અને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ કેરીના મીડિયમ સાઇઝના કટકા કરો. હવે મિક્સરની જાર લઈ તેમાં કેરી અને ખાંડ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેની અંદર એક કપ દુધ અને બરફના ટુકડા નાખી દો. ફરી મિક્સર ફેરવી લો. ચપટી સૂંઠ પાવડર નાખો. સૂંઠ પાઉડર નાખીને કેરીનો રસ પીવાથી વાયડો પડતો નથી. તૈયાર છે સ્વાદિષ્ટ કેરીનો રસ રોટલી કે પૂરી સાથે ખાઈ શકાય છે.

આ  પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન