Food How To Make Gujarati Special Onion Sabji Recipe
  • Home
  • Featured
  • બહુ ભૂખ લાગી છે તો માત્ર 7 મિનિટમાં બનાવો ડુંગળીનું શાક

બહુ ભૂખ લાગી છે તો માત્ર 7 મિનિટમાં બનાવો ડુંગળીનું શાક

 | 10:14 am IST

આમ તો આપણે ડુંગળીને સલાડ તરીકે ખાઇએ છીએ અને સાથે જ શાકના સ્વાદમાં વધારો કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. પરંતુ શુ તમે જાણો છો કે આપણે ડુંગળીનું શાક પણ બનાવી શકો છો. આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ચપટીમાં તૈયાર પણ થઇ જાય છે. તો એક તરફ વધારે પ્રમાણમાં ગરમી પણ છે ગરમીના કારણે લૂ લાગવાની પણ સમસ્યા થઇ શકે છે તો લૂ માટે ડુંગળીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ ડુંગળીને નાના ટૂકડામાં બરાબર સમારી લો. હવે એક પેન લો અને તેમા તેલ ગરમ કરો. ગરમ થવા પર વરિયાળી, જીરૂ, રાઇ, અજમો અને લીલા મરચા ઉમેરીને સાંતળી લો. હવે તેમા ડુંગળી ઉમેરી લો અને તેને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી રાખો તે બાદ તેમા હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ગેસની આંચ ધીમી કરી લો અને બાદમાં લીંબુનો રસ ઉમેરી લો અને તેને હલાવીને ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ડુંગળીનું ટેસ્ટી શાક. જેને તમે ગરમ-ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન