Food How To make healthy Gujarati Special stuffed khandvi Recipe
  • Home
  • Featured
  • ખાંડવી જોઇને મોંમાં આવી જશે પાણી, બનાવો અલગ જ રીતે, પડશે ખાવાની મજા

ખાંડવી જોઇને મોંમાં આવી જશે પાણી, બનાવો અલગ જ રીતે, પડશે ખાવાની મજા

 | 10:00 am IST

ખાસ કરીને ઘણા લોકો ગળ્યું ખાવાના શોખીન હોય છે જો તમે પણ ગળ્યું ખાવાના શોખીન છો તો તમારા ઘરમાં તમે ભરેલી ખાંડવી બનાવી શકો છો. આજે અમે તમારા મટે સ્ટફ્ડ ખાંડવીની રેસિપી લઇને આવ્યા છીએ. જે તમને ખાવાની મજા પડી જશે.

બનાવવાની રીત

સૌ પ્રથમ સ્ટફ્ડ ખાંડવી બનાવવા માટે એક ગાજર, કેપ્સિકમ, પનીર અને બે ચમચી માયોનીઝને મિક્સ કરી લો. તૈયાર છે સ્ટફિંગ.. હવે એક વાસણમાં લોટ, દહીં, પાણી, બે ચમચી માયોનીઝ, મીઠુ અને હળદર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને 6-7 મિનિટ માટે ધીમી આંચ પર રાખો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એક પ્લેટમાં તેલ લગાવીને ફેલાવી દો. જ્યારે તે મિશ્રણ ઠંડું થઇ જાય તો તેને લાંબા-લાંબા સ્ટ્રિપમાં કટ કરી સ્ટફિંગ ભરીને તેના રોલ કરી લો.. તૈયાર છે સ્ટફડ ખાંડવી. તે બાદ એક પેનમાં તેલ ગરમ કરી લો. તેમા રાઇ અને તલ ઉમેરી લો. રાઇ અને તલ તતડે એટલે તેમા લીમડાના પાન ઉમેરો. હવે ખાંડવીની ઉપર વઘાર ઉમેરી લો. તેની ઉપર કોથમીરથી ગાર્નિશ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન