food How To make Healthy home made tomato ketchup
  • Home
  • Featured
  • ટોમેટો કેચઅપ હવે બહારથી નહીં ઘરે જ બનાવો, સહેલાઇથી બની જશે

ટોમેટો કેચઅપ હવે બહારથી નહીં ઘરે જ બનાવો, સહેલાઇથી બની જશે

 | 10:48 am IST

આજકાલ ખાસ કરીને લોકો બર્ગર તેમજ પિઝા સહિતની વાનગીઓ સાથે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરે છે. તો કેટલાક લોકો તો કેટલીક એવી વાનગીઓ સાથે ટોમેટો કેચઅપ ખાય છે. તો આજે અમે તમારા માટે ઘરે કેવી રીતે ટોમેટો કેચઅપ બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. કેટલીક વખત તમે બજારમાંથી મળતો મોંઘો કેચઅપ ખરીદો છો જે કેટલા દિવસથી પડેલો હોય છે માટે તે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ટોમેટો કેચઅપ..

બનાવવાની રીત

સૌ પ્રથમ ટામેટાને નાના ટૂકડામાં કટ કરી લો. હવે તેને એક કૂકરમાં ઉમેરી લો અને એક નાના અને સારા કપડામાં તુલસીના પાન, તજ, લવિંગ અને નાની ઇલાયચી બાંધી દો અને તેને ટામેટાની વચ્ચે મૂકી દો. હવે તેને મધ્યમ આંચ પર 15-20 મિનિટ સુધી ઉકાળી લો. હવે કુકર ખોલીને તેમાથી મસાલાના કપડાને નીકાળી લો અને ટામેટાની પેસ્ટ બનાવી લો. હવે ટામેટાની પેસ્ટને ગળણી વડે બરાબર રીતે ગાળી લો. હવે ગેસ પર એક કઢાઇ રાખો અને તેલ ઉમેરો. હવે ટામેટાનો રસ ઉમેરીને મધ્યમ આંચ પર ચઢવા દો. થોડીક વાર પછી તેમા મરચું પાઉડર, ખાંડ અને મીઠું ઉમેરી લો. તમે ઇચ્છો તો તેમા ખાવાનાનો કલર ઉમેરી શકો છો. જેનાથી કેચઅપન રંગ આવશે. હવે તે ઘટ્ટ થઇ જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. હવે તેને એક વાસણમાં નીકાળીને ઠંડુ કરવા માટે મૂકો. સોસ ઠંડો થાય એટલે તેને એક બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો. જેને તમે ઇચ્છો તો ઘરે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇસ તેમજ પરાઠા સાથે ટ્રાય કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન