Food how to make hot spinach soup in winter easy recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શિયાળામાં રોજ સવારે પીઓ ગરમા ગરમ પાલકનો સૂપ, રહેશો એકદમ હેલ્ધી

શિયાળામાં રોજ સવારે પીઓ ગરમા ગરમ પાલકનો સૂપ, રહેશો એકદમ હેલ્ધી

 | 3:37 pm IST
  • Share

શિયાળો શરૂ થાય એટલે માર્કેટમાં દરેક પ્રકારના શાકભાજી જોવા મળે છે. આ રંગબેરંગી શાકભાજી જોવામાં જેટલા સુંદર લાગતા હોય છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. આથી જ તમે એક કે બીજી રીતે આ શાકભાજીને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. શિયાળાની ઠંડીમાં આપણે ગરમા-ગરમ વાનગી ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. અને એમાં પણ જો સ્વાદિષ્ટ સૂપ મળી જાય તો સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ સારુ રહે છે.

બનાવવાની રીત

સૌપ્રથમ સમારેલી પાલકને પાણીથી બરાબર ધોઈ લો. ગરમ પાણીમાં પણ એકાદ વખત ધોઈ લો. હવે આ પાલકની ગ્રેવી બનાવી લો. એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલું લસણ, મીઠું અને મરીનો ભૂક્કો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ બધી જ સામગ્રીને પાલક સાથે મિક્ષરમાં ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર મિક્ષ કરીને મુલાયમ પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં બટર ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મેંદો ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. હવે તેમાં દૂધ ઉમેરીને ઝડપથી હલાવો. જેથી મેંદામાં ગાંઠ ન રહી જાય. થોડીવાર બાદ તેમાં પાલકની ગ્રેવી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. જરૂર લાગે તો તેમાં તમે પાણી ઉમેરી શકો છો. સૂપ બરાબર ઉકળી જાય એટલે તેને ગરમા-ગરમ સર્વ કરો.

આ પણ જુઓ : આજે બનાવો સુરતી વાનગી દેસાઈ વડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન