Food how to make Hot Tomato Rasam Recipe
  • Home
  • Featured
  • ટામેટાની રસમ ગરમા ગરમ બનાવીને માણો સ્વાદ, ઠંડી થઇ જશે ગાયબ

ટામેટાની રસમ ગરમા ગરમ બનાવીને માણો સ્વાદ, ઠંડી થઇ જશે ગાયબ

 | 8:50 am IST

શિયાળામાં રોજની દાળ કે કઢી ખાયને કંટાળી ગયા હશો. ટ્રાય કરો આ સ્વાદિષ્ટ અને ખૂબ જ ઓછી કેલરી વાળી વાનગી. આ વાનગી પાચનમાં પણ ખૂબ હળવી છે. રસમ એક એવી વાનગી છે, જે તમે ભાત સાથે કે રોટલી સાથે કે સૂપ ની જેમ પણ પીરસી શકો

સામગ્રી

5-7 નંગ – ટામેટા
1-2 કપ – પાણી
1.5 ચમચી – આમલી
1/2 કપ – કોથમીર
1/2 ઇંચ – આદ,
5-6 નંગ – લસણ કલી
6-7  મરી
1 ચમચી – જીરુ
2 ચમચી – લાલ મરચું
1 ચમચી – હળદર
1 ચમચી – દેશી ગોળ
1 ચમચો – તેલ
1 ચમચી – રાઇ
1 ચમચી – જીરુ
1 ચપટી – હિંગ
1-2 – લીલા મરચા
લીમડાના પાન,
સ્વાદાનુસાર – મીઠું

બનાવાની સરળ રીત:

સૌ પ્રથમ આમલીને ગરમ પાણીમા પલાળી લેવી. પછી ટામેટાને કુકરમા 1 કપ પાણી લઈ બે સિટી કરી વગાડવી. ત્યાં સુધીમા કોથમીર, મરી, જીરુ, આદું, લસણને અધ્ધ કચરુ વાટી લેવું. હવે ટામેટા અને આમલીની પ્યૂરી કરી લઇ, વધારાનું પાણી ઉમેરી બરાબર ગાળી લેવું.પછી એક પેનમા તેલ લઈ તેમા રાઇ, જીરુ, અડદની દાલ, હિંગ, લીમડાના પાન અને મરચાની ચીરી એક પછી એક ઉમેરી વઘાર કરવો.પછી પ્યૂરી ઉમેરી મસાલા માટેની સામગ્રી ઉમેરવી.પછી ઉકળવા દેવું.ઉકળી જાય એટલે ગેસ બંધ કરી કોથમીર વડે ગર્નિશ કરવું.તો તૈયાર છે ટોમેટો રસમ.