Food How To Make Icecream Pakoda Recipe In Summer
  • Home
  • Featured
  • આઇસ્ક્રીમના ભજીયા ઘરે જ બનાવો, ખાવાની પડી જશે મજા

આઇસ્ક્રીમના ભજીયા ઘરે જ બનાવો, ખાવાની પડી જશે મજા

 | 2:11 pm IST

ગરમીને લઇને લોકો પરેશાન રહે છે અને તેનાથી છૂટકારો મેળવવા માટે તમે આઇસ્ક્રીમ, ઠંડા પીણાનું સેવન કરો છો. તો આજે અમે તમારા માટે આઇસ્ક્રીમ સાથે એક ટ્વીસ્ટ કરીને એક વાનગી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી અનેક પ્રકારના ભજીયા અંગે સાભળ્યું હશે પરંતુ શુ તમે ક્યારેય આઇસ્ક્રીમના ભજીયા અંગે સાંભળ્યું છે જો ના તો આજે અમે તમારા માટે આઇસ્ક્રીમના ભજીયાની રેસીપી લઇને આવ્યા છીએ.

બનાવવાની રીત

સૌ પ્રથમ આઇસ્ક્રીમના સ્કૂપ (બોલ્સ) બનાવી તેને ત્રણ કલાક ફ્રીઝરમાં રાખી લો. મેંદામાં પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરૂ બનાવી લો. હવે કેકનો ચૂરો બનાવી લો અને તેમા કોર્નફ્લેક્સનો ચૂરો મિક્સ કરી લો. હવે આઇસ્ક્રીમ સ્કૂપને કેકના ચૂરાથી કવર ફ્રીઝમાં બે કલાક રાખી દો. તે બાદ આઇસ્ક્રીમ સ્કૂપ્સને મેંદાના ખીરામાં ડૂબાડી કોર્નફ્લેક્સના ચૂરાથી બરાબર કવર કરીને ફ્રીઝરમાં બે કલાક માટે રાખી દો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઇ જાય તો તેમા આઇસ્ક્રીમના બોલ્સને ઉમેરીને ડીપ ફ્રાય કરી લો. તૈયાર છે. આઇસ્ક્રીમના ભજીયા. જેને તમે વચ્ચેથી કટ કરી લો અને ચોકલેટ સોસ તેમજ ચેરીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન