Food How To Make jamkhambhaliya Garmar pickle Gujarati Pickle
  • Home
  • Featured
  • જામખંભાળિયાની પ્રખ્યાત ‘ગરમર’થી બનાવો આ વાનગી, નહીં ભૂલાય તેનો સ્વાદ

જામખંભાળિયાની પ્રખ્યાત ‘ગરમર’થી બનાવો આ વાનગી, નહીં ભૂલાય તેનો સ્વાદ

 | 11:16 am IST

ગરમર એક વનસ્પતિ છે તેના મૂળનું અથાણું બનાવવામાં આવે છે. ખાસ કરીને અથાણા બનાવવા માટે જામ ખંભાળિયાની ગરમર બહુ પ્રચલિત છે. લાંબી ગરમરને છોલી તેમાં માત્ર મીઠુ અને હળદર તેમજ થોડી ખટાશ નાખ્યા બાદ 15 દિવસમાં માત્ર તે બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ગરમનું ખાટું અથાણું…

બનાવવાની રીત

સૌ પ્રથમ ગરમર ને ૫ -૬ પાણી થી ધોઈ નાખો. ગરમરમાં ઉપરના પાંદડા કાઢી નાખો અને જે નીચે ના મૂળિયાં હોય તે ગરમર હોય છે. હવે તેની પાતળી છાલ જે હોય તે કાઢી નાખો તે બાદ તેને ફરી ૩ – ૪ વખત પાણીથી ધોઈ નાખો.પછી તેના જરૂર મુજબ કટકા કરો અને તેમા મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમા કેરીનું ખાટું પાણી ઉમેરી લો. તેને આખા દિવસમાં 3-4 વખત હલાવીને ઉપર નીચે કરો. ૧૦ -૧૫ દિવસમાં તે તૈયાર થઇ જશે એક બોટલમાં ખાટ્ટું પાણી સાથે ગરમર ભરીને ફ્રીઝ માં રાખી શકાય. તૈયાર છે જામ ખંભાળિયાનું પ્રખ્યાત ગરમરનું અથાણું…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન