Food how To make lauki kofta curry Recipe
  • Home
  • Featured
  • દૂધી કોફતા કરી બનાવવા નોંધી લો રીત, આંગળા ચાટતા રહેશે ઘરના લોકો

દૂધી કોફતા કરી બનાવવા નોંધી લો રીત, આંગળા ચાટતા રહેશે ઘરના લોકો

 | 11:57 am IST

દુધી ઠંડી, પૌષ્ટીક, બળવર્ધક, વૃષ્ય, વજન જો ગરમીને કારણે ઘટતું હોય તો તે વધારનાર અને ગર્ભને પોષણ આપનારી છે. એ ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. તો આજે અમે તમારા માટે દુધીથી બનતી એક વાનગી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય દુધી કોફતા કરી..

બનાવવાની રીત

સૌ પ્રથમ દુધીના ટૂકડા કરી તેને બાફી લો અને સાથે જ બટેટાને બાફી લો. હવે બન્નેને છીણી લો. તેમા મીઠું, મરચું, હળદર, પાણી પુરીનો મસાલો, ગરમ મસાલો અને જરૂરિયાત મુજૂ ઘઉંનો લોટ ઉમેરી લો. હવે તેમા મલાઇ ઉમરીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને હાથમાં લઇને તેને બરાબર ગોળા કરી લો. ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમા આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. હવે તેમા ડુંગળીની ગ્રેવી ઉમેરી લો. ત્યાર બાદ તેમા ટામેટાની ગ્રેવી ઉમેરો 2 મિનિટ બાદ તેમા મરચું, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે તેલ છુંટુ પડે એટલે ગેસની આંચ બંધ કરી લો. હવે પીરસતી વખતે તેમા ગ્રેવીમાં તૈયાર કોફતા ઉમેરી લો ગરમા ગરમ દુધી કોફતા સર્વ કરો. તેને કોથમીર તેમજ મલાઇથી ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ દુધી કોફતા કરી…

આ પણ જુઓ : ભાખરવડી બનાવવા જુઓ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન