Food how to make left over Roti patra recipe
  • Home
  • Featured
  • વધેલી રોટલી ફેંકશો નહીં, આ રીતે બનાવો તેમાંથી પાતરા

વધેલી રોટલી ફેંકશો નહીં, આ રીતે બનાવો તેમાંથી પાતરા

 | 9:20 am IST

કેટલીક વખત આપણે વધેલી રોટલીઓ ફેંકી દેતા હોઇએ છીએ. તો કેટલીક વખત આપણે તેને રોટલી વઘારીને ખાતા હોઇએ છીએ. પરંતુ આજે અમે એક નવી જ રેસીપી લઇને આવ્યા છીએ. જે તમને દરેક લોકોને ભાવશે. તો ચાલો જોઇએ કેવીરીતે વધેલી રોટલીમાંથી બનાવાય પાતરા..

૬/૭ – વધેલી રોટલી
1 કપ – બેસન
૧ ચમચો – બારીક કાપેલી મેથી ની ભાજી
1 નાની ચમચી – લાલ મરચું પાઉડર
1 નાની ચમચી – ધાણા જીરૂ પાઉડર
અડધી ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠુ
સ્વાદાનુસાર – ગરમ મસાલો
સ્વાદાનુસાર – લીંબુ અને ખાંડ
2 ચમચા – તેલ
1 ચમચી – રાઈ
2 ચપટી – હીંગ
1 ચમચી – તલ
2 ચમચી – લીલા મરચા

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણ માં મેથી અને બેસન લો. હવે ઉપર બતાવેલ મસાલા અને ૨ ચમચી તેલ નું મોયન નાંખો. સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, અને લીમ્બુ નો રસ નાખી. પાણી નાખી પેસ્ટ તૈયાર કરો.હવે રોટલી ઉપર પેસ્ટ લગાવી બીડુ વાળો આજ રીતે બધી રોટલી નાં બીડા બનાવીને વરાળ થી બાફી લો. હવે બફાય જાય તો ગેસ બંધ કરી દો. બીડા ને ઠંડા થવા દો. ઠંડા થઈ જાય પછી ચપ્પની મદદથી કાપી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી ચટકાવો. પછી હીંગ નાખી થોડી હળદર અને મીઠુ નાખો. લીલા મરચા કાપી ને નાખો. થોડા ચઢી જાય તો તલ નાંખી કાપેલા પાતરા નાખી મિક્સ કરીને ચઢવા દો.ગરમા ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન