Food how To make mamara laddu recipe
  • Home
  • Featured
  • માત્ર 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ, પતંગ ચઢાવતા ખાવાની પડશે મજા

માત્ર 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ, પતંગ ચઢાવતા ખાવાની પડશે મજા

 | 12:43 pm IST

વર્ષની શરૂઆતમાં સૌથી પાવન તહેવાર મકરસંક્રાતિએ ઘરમાં તમામ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. જેનો સ્વાદ અલગ જ હોય છે. તો આજે આપણે બનાવીશુ લાડું. જી હા તમે અત્યાર સુધી અનેક લાડું ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય મમરાના લાડુ ટ્રાય કર્યા છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મમરાના લાડું..

સામગ્રી:

500 ગ્રામ – મમરા
200 ગ્રામ – ગોળ
3-4 ચમચી – ઘી
1 કપ પાણી

બનાવવાની રીત

મમરાના લાડું બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ધી ઉમેરી ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમા મમરાને શેકી લો. હવે એક વાસણમાં ધી ઉમેરી તેમાં ગોળ અને થોડુંક પાણી ઉમેરી ઉકાળો. તેને થોડીક વાર હલાવતા રહો. ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમા મમરા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી દો. હવે તેના લાડવા બનાવી લો. તૈયાર છે તમારા મમરાના લાડું.. આ લાડુ તમને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.