Food how to make masala jira rice recipe
  • Home
  • Featured
  • મસાલા જીરા રાઇસ બનાવશો ઘરે તો નહી જવું પડે હોટલમાં

મસાલા જીરા રાઇસ બનાવશો ઘરે તો નહી જવું પડે હોટલમાં

 | 5:15 pm IST

ખાસ કરીને લોકોને જીરા રાઇસ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ તમે અત્યાર સુધી સાદા જીરા રાઇસ કર્યા હશે. તો આજે અમે તમારા માટે મસાલા જીરા રાઇસની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મસાલા જીરા રાઇસ.

સામગ્રી

૨ કપ – રાંધેલા ભાત
૩-૪ મોટી ચમચી – તેલ
૧-૧/૨ મોટી ચમચી – જીરું
૪-૫ નંગ – લીલા મરચાં
૩-૫ ડાળખી – લીમડો
૧/૨ નાની ચમચી – કાળા મરી
૧ મોટી ચમચી – આદુ-લસણની પેસ્ટ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પહોળા નૉન-સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો. જીરું, લીમડો, લીલા મરચાં ઉમેરી અને ૩૦ સેકેંડ માટે તતડવા દો. તે બાદ તેમા આદુ-લસણની પેસ્ટ ઉમેરી અને એક મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ ભાત અને મરી તેમજ સ્વાદાનુસાર થોડું મીઠું ઉમેરો. હવે એક મિનિટ માટે મધ્યમ-ઉચ્ચ આંચ પર સાંતળો અને ૫ મિનિટ પછી ધીમી આંચ પર સીજવા દો. તૈયાર છે મસાલા જીરા રાઇસ. જેને તમે તમારી મનપસંદ દાળ તડકા સાથે ગરમ ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન