food How to make milk ukalo remove corona and boosting immunity
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઠંડીમાં વધતા કોરોના વચ્ચે પીઓ આ એક ઉકાળો, શરદી-ઉધરસ-તાવથી મળશે રાહત

ઠંડીમાં વધતા કોરોના વચ્ચે પીઓ આ એક ઉકાળો, શરદી-ઉધરસ-તાવથી મળશે રાહત

 | 2:39 pm IST
  • Share

ઋતુ બદલાવવાના કારણે ઘણી વખતે તાવ, શરદી, ઉધરસ (Cold – Cought) જેવી સમસ્યા થતી હોય છે જ્યારે હવે શિયાળો શરૂ થતા કોરોનાની (Corona virus)બીજી લહેર શરૂ થઇ ગઇ છે. તો આજે અમે તમારા માટે એક ઉકાળાની (Ukalo)રેસીપી લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો. આ ઉકાળાથી તમારી પાચન શક્તિમાં સુધારો કરવાની સાથે વાયુ તેમજ પાચન ન થતું હોવા જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે. તે સિવાય રોગ પ્રતિકારક શક્તિમાં (Immunity) પણ વધારો કરે છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક ગ્લાસ પાણી અને એક ગ્લાસ દૂધ લેવું. તેમા એક ચમચી વાટેલા ફુદીનાનાં પાનની પેસ્ટ અને અડધી ચમચી છીણેલું આદું ઉમેરીને પાણીને ઉકાળવું. પાણી ઊકળીને લગભગ અડધું થઈ જાય એટલે ગાળી લેવું. જો દૂધ ન લેવું હોય તો એકલા પાણીનું પીણું પણ બનાવી શકાય. પાણીવાળા પીણામાં ગળપણ જોઈતું હોય તો એમાં ચપટીક ગોળ ઉમેરી શકાય. દૂધનો ઉકાળો હોય તો એમાં ખડી સાકર વાપરવી.

આ પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન