Food How to make patrali sabji for lord krishna parna
  • Home
  • Featured
  • ઘરે ‘પતરાળી’નું શાક બનાવી ભગવાન કૃષ્ણને કરાવો પારણા, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો

ઘરે ‘પતરાળી’નું શાક બનાવી ભગવાન કૃષ્ણને કરાવો પારણા, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો

 | 8:19 am IST

ભગવાન કૃષ્ણના જન્મ દિવસના બીજા દિવસે તેમને પારણા કરાવવામાં આવે છે આ દિવસે દરેક લોકોના ઘરે જાતભાતના પકવાન બનાવવામાં આવે છે. તો ખાસ વાનગીમાં ભગવાન શ્રી કૃષ્ણને 32 જાતના શાક મિક્સ કરીને પતરાળી બનાવવામાં આવે છે. આ શાક બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ પતરાળી..

બનાવવાની રીત

સૌ પ્રથમ પતરાળી બનાવવા માટે એક મોટી કઢાઇ લો. તેમા તેલ ગરમ કરી જીરાથી વઘાર કરો. હવે તેમા લીલા મરચા અમે લીમડો ઉમેરી લો. ત્યાર પછી તેમા ચપટી હીંગ ઉમેરી સાંતળવા દો. હવે તેમા સમારેલા ટામેટા ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમા 32 જાતના શાકભાજી ઉમેરો બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી ઉપરથી તેમા મીઠું, મરચું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા થોડૂક પાણી ઉમેરીને ઢાંકીને મૂકી દો. ત્યાર પછી ઢાંકણ ખોલીને જુઓ કે શાક સીજી ગયું છે તો તેને ગેસની આંચ પરથી ઉતારી લો. તૈયાર છે સ્વાદિષ્ટ પતરાળીનું શાક..

આ પણ જુઓ : ફરાળી દિલ્હી ચાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન