how To make Peanut chikki recipe
  • Home
  • Featured
  • સીંગની ચિક્કી બનાવવી છે તો આ છે તેની સહેલી રીત

સીંગની ચિક્કી બનાવવી છે તો આ છે તેની સહેલી રીત

 | 4:36 pm IST

ઉતરાયણના દિવસે ખાસ કરીને જાત-જાતની ચિક્કી બનાવવામાં આવે છે. આજે અમે તમારા માટે સીંગની ચિક્કી કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સીંગની ચિકકી..

સામગ્રી

2 કપ – મોળી શેકેલી સીંગ
1 કપ – સમારેલો ગોળ
1/2 બાઉલ – ઘી

બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એલ્યુમિનિયમની એક કડાઈ ગરમ કરો. તેમાં ગોળ ઉમેરી તેને મોટા તાપે જ બે મિનિટ ગરમ કરો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. ત્યાર પછી ગેસ ધીમો કરી દો અને ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહો. આમ કરવાથી તેના પર સહેજ ફીણ જેવુ વળશે અને તેનો રંગ બદલાઈ જશે. ગેસ બંધ કર્યા પછી પણ થોડો સમય માટે ગોળ હલાવતા રહો. ગોળ આ રીતે પીગાળ્યા બાદ તેમાં શેકેલી સીંગ અને ઘી ઉમેરી તેને બરાબર હલાવી દો. હવે તેને એક પ્લેટ કે થાળીમાં પાથરી દો. થોડૂક ઠંડુ પડે એટલે તેના ચોરસ આકારમાં ચોસલા પાડી દો. તૈયાર છે સ્વાદિષ્ટ સીંગની ચિક્કી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન