Food How to make pressure cooker chocolate cake
  • Home
  • Featured
  • કૂકરમાં બનાવો ચોકલેટ કેક, હેલ્ધી પણ અને ટેસ્ટી પણ

કૂકરમાં બનાવો ચોકલેટ કેક, હેલ્ધી પણ અને ટેસ્ટી પણ

 | 10:21 am IST

ચોકલેટ કેક નાનાથી લઇને મોટા દરેક લોકોને પસંદ હોય છે. તો કેટલાક લોકો વેજીટેરિયન હોય છે જેના કારણે લોકો ઇંડા વાળી કેક ખાતા નથી તો આજે અમે તમારા માટે ઇંડા વગરની કેકની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઇંડા વગરની ચોકલેટ કેક…

સામગ્રી

2 કપ – મેંદો
2 ચમચી – બેકિંગ પાવડર
1/2 ચમચી – સોડા બાયકાર્બ
3/4 કપ – કંડેસ્ડ દૂધ
1/4 કપ – કોકો પાવડર
1/4 કપ – પીગળેલુ બટર
1/2 ચમચી – વેનીલા એસેન્સ
3/4 કપ – પીસેલી ખાંડ
1 ચપટી – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ કેક બનાવવા માટે એક વાસણમાં મેંદો, કોકો પાવડર, ખાંડ, બેકિંગ સોડા અને સોડા બાઇ કાર્બ બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ એક મોટા બાઉલમાં વેનીલા એસેન્સ, માખણ અને કંડેસ્ડ દૂધને લઇને ફેટી લો. હવે મેંદાના મિશ્રણ અને કંડેસ્ડ દૂધને મિક્સરમાં મિક્સ કરીને બરાબર ફેટી લો અને પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં તૈયાર કેક બેટરને એક બેકિંગપેનમાં લો. ત્યાર બાદ પ્રેશર કૂકરને ઢાંકીને તેજ આંચ પર 5 મિનિટ માટે ગરમ કરો. કુકર બરાબર ગરમ થઇ જાય એટલે બેકિંગ પેનને કૂકરમાં ઢાંકી લો અને ધીમી આંચ કરીને કેકને અડધો કલાક બેક કરો. ધ્યાન રહે કે કુકરમનાં પાણી ઉમેર્યા વગર કેકને બેક કરવાની છે. તૈયાર છે. ચોકલેટ કૂકર કેક..