Food How To Make Rava uttapam South indian Dish Recipe
  • Home
  • Featured
  • બહુ ભૂખ લાગી છે તો બનાવો સોજીના ઉત્તપમ, મિનિટોમાં બની જશે

બહુ ભૂખ લાગી છે તો બનાવો સોજીના ઉત્તપમ, મિનિટોમાં બની જશે

 | 12:04 pm IST

સોજી ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની શકે તેવી વસ્તું છે. આ વાનગીને તમે મિનિટોમાં બનાવી શકો છો. જેને તમે સવારે નાસ્તામાં કે સાંજે પણ આ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે ઝડપથી બનાવાય આ રેસિપી..

બનાવવાની રીત

સોજીના ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સોજી, દહીં અને મીઠુ બરાબર મિક્સ કરો. તેનુ મિશ્રણ ગટ્ટ થવાના કારણે તેમા થોડુંક પાણી પણ મિક્સ કરો અને ઇડલી અને ઢોંસા જેવું બેટર તેયાર કરી લો. આ મિશ્રણમાં થોડાક ડુંગળી, ટામેટું, ગાજર, કેપ્સિકમ,લીલા વટાણાં, લીલા મરચા, કોથમીરને મિક્સ કરી લો. હવે મધ્યમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય તે બાદ પેનમાં મિશ્રણ ફેલાવી દો. હવે તેમા વધેલું શાક ઉપરથી ઉમેરો. હવે તેને 2 મિનિટ સુધી શેકો. ત્યાર બાદ હવે તેને બીજી સાઇડથી પણ શેકી લો. તૈયાર છે સોજીના ગરમા ગરમ ઉત્તપમ..આ ઉત્તપમને તમે ચટણી તેમજ સંભાર સાથે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન