Food How To Make Raw mango katki Recipe At home
  • Home
  • Featured
  • તડકા-છાંયડાની કેરીની કટકી મિનિટોમાં બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશો

તડકા-છાંયડાની કેરીની કટકી મિનિટોમાં બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશો

 | 9:31 am IST

કેરીની ઋતુ આવતાની સાથે જ દરેક લોકો કેરીનો ઉપયોગ કરીને અલગ-અલગ વાનગીઓ બનાવે છે. કેરીનું અથાણું, કેરીની ચટણી, કેરીનું શાક સહિતની વાનગીઓ બનાવે છે. તો આજે અમે તમારા માટે કેરીની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જશે. તો આવો
જોઇએ કેવી રીતે બનાવાય કેરીની કટકી..


બનાવવાની રીત

સૌ પ્રથમ કેરીને છોલી લો અને ધોઇ લો. તેની ઝીણી કટકી કરવી. તેમા મીઠું અને હળદર નાંખી, પાંચ-છ કલાક રાખી મૂકવી. તે બાદ તેને હાથથી દબાવી તેમાથી પાણી કાઢી નાખવું. હવે એક તપેલામાં કેરીની કટકી અને ખાંડ ભેળવી એક રાત રહેવા દેવું. તે બાદ બીજા દિવસે તપેલાને બારીક કપડાથી બાંધી લો અને તડકામાં મુકવું. રોજ તેને હલાવતા રહેવું. ચાસણી પાકી થાય એટલે તડકામાંથી લઇ તેમા થોડૂંક મીઠું અને મરચું નાંખી બરાબર હલાવી ઠંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન