food How to make refreshing jaljeera also best for digestion
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાચન માટે બેસ્ટમાં બેસ્ટ છે જલજીરા, તેમા ઉમેરો આદુની પેસ્ટ, બનશે એકદમ સ્વાદિષ્ટ

પાચન માટે બેસ્ટમાં બેસ્ટ છે જલજીરા, તેમા ઉમેરો આદુની પેસ્ટ, બનશે એકદમ સ્વાદિષ્ટ

 | 2:00 pm IST

કોઇ રિફ્રેશમેન્ટ ડ્રિંક લેવું હોય કે ઘરની પાર્ટીમાં ડ્રિંક સર્વ કરવું છે, સ્વાદિષ્ટ ચટપટુ જલજીરા રહેશે સૌથી બેસ્ટ… તેનો સ્વાદ પણ મજેદાર લાગે છે. સાથે જ પાચન પણ સારી રીતે થાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવવું જોઇએ જલજીરા…

બનાવવાની રીત

સૌથી પહેલા ફુદીનો અને લીલી કોથમીરને સાફ કરી ધોઇ લો, સાથે જ આદુને પણ છોલીને ધોઇ લો અને કટ કરી લો. હવે મિક્સરમાં લીલી કોથમીર, ફુદીનાના પાન, આદુ, પીસેલું વરિયાળી, ખાંડ, હીંગ, સંચળ અને સાદુ મીઠું મિક્સ કરીને થોડાક પાણીમાં પીસીને પેસ્ટ બનાવી લો. તે બાદ એક જગમાં બે ગ્લાસ ઠંડા પાણી ઉમેરીને તેમા તૈયાર કરેલી પેસ્ટ બરાબર મિક્સ કરી લો. તે બાદ લીંબુનો રસ નીચવીને મિક્સ કરી લો. જલજીરાને વધારે ચટપટુ બનાવવા માંગો છો તો તેમા સોડા પાણી અને પીસીને કાળામરી પાવડર મિક્સ કરી શકો છો. તૈયાર છે. સ્વાદિષ્ટ જલજીરા…

આ પણ જુઓ : આ રીતે બનાવો બ્રેડ પીઝા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન