Food How To Make Shikanji In Summer, note Recipe
  • Home
  • Featured
  • લારીમાંથી નહીં, હવે ઘરે જ બનાવો શિકંજી, પીવાથી મળશે ઠંડક

લારીમાંથી નહીં, હવે ઘરે જ બનાવો શિકંજી, પીવાથી મળશે ઠંડક

 | 2:30 pm IST

આકરા તડકામાં શરીરને ઠંડક આપવા માટે સતત કઇકને કઇક પીણા પીતા રહેવું જોઇએ. ખાસ કરીને બાળકોને ગરમીની અસર વધારે થાય છે. આવી ગરમીમાં બાળકોથી લઇને મોટા લોકોને લૂ અને ગરમીથી બચવા માટે લિક્વિડની ખૂબ જરૂર હોય છે. તો ગરમીથી રાહત મેળવવા માટે આજે અમે તમારા માટે શિકંજીની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે.

સૌ પ્રથમ એક વાસણમાં પાણી લો.હવે લીંબુને બે ટૂકડામાં કટ કરી લો. ત્યાર પછી પાણીમાં લીંબુના ટૂકડાનો રસ નીચવી લો. હવે પાણીમાં શેકેલા જીરાનો પાઉડર, સંચળ, મીઠું અને ખાંડ ઉમેરીને ચમચીથી બરાબર મિક્સ કરી લો. ખાંડ ઓગળે ત્યાં સુધી ચમચીથી પાણીને હલાવતા રહો. હવે શિકંજીને એક ગળણીની મદદથી ગાળી લો અને એક ગ્લાસમાં નીકાળી લો. શિકંજીમાં બરફના ટૂકડા ઉમેરો. તૈયાર છે ઠંડી શિકંજી.. તેમાં તમે ફુદીનાથી ગાર્નિશ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન