Food How to make Sindhi Dal pakwan recipe
  • Home
  • Featured
  • નાસ્તા અને જમવા માટે બેસ્ટ ઓપ્શન છે દાલ પકવાન, મિનિટોમાં બનાવો

નાસ્તા અને જમવા માટે બેસ્ટ ઓપ્શન છે દાલ પકવાન, મિનિટોમાં બનાવો

 | 12:48 pm IST

આ પ્રખ્યાત સિંધી વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ ઘણી સરળ છે. આ દાલ પકવાન પચવામાં થોડા ભારે હોવાથી સવારના નાસ્તા કે જમવામાં લઇ શકાય. તો આવો જોઇએ કેવી રીતે સ્વાદિષ્ટ અને ઝડપથી બનાવી શકાય દાળ પકવાન..

સામગ્રી

1 બાઉલ – ચણાની દાળ
1 બાઉલ – મેંદાનો લોટ
2 નંગ – લીલા મરચાં
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – જીરૂ
જરૂરિયાત મુજબ – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મેંદામાં તેલનું મોંણ, અડધી ચમચી જીરું અને મીઠું ઉમેરીને લોટ બાંધી લો. તેમાંથી પકવાન વણીને તેને તેલમાં તળી લો. હવે દાળ ૧ કલાક પલાળીને કુકરમાં લીલા મરચા અને પાણી નાખીને બાફી લો. ત્યાર બાદ હળદર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે વઘાર માટે તેલ મુકો તેમાં જીરું નાખો. ત્યાર પછી આ વઘારને તેને દાળ પર રેડો. હવે ઉપરથી દાળમાં લાલ મરચું છાંટો. લો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ પકવાન..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન