Food How To Make Sooji mutter kachori Recipe
  • Home
  • Featured
  • તળ્યા વગર બનાવો સોજી અને વટાણાની ટેસ્ટી કચોરી

તળ્યા વગર બનાવો સોજી અને વટાણાની ટેસ્ટી કચોરી

 | 9:05 am IST

ખાસ કરીને કચોરી તળીને બનાવવામાં આવે છે. તે કુરકુરી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ આજે અમે તમારા માટે સોજી અને વટાણાની કચોરીની રેસીપી લઇને આવ્યા છીએ જેને તમારે તળવાની જરૂર નથી. સોજીથી બનેલી આ કચોરીને વરાળમાં પકવવામાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હેલ્ધી કચોરી…

સામગ્રી

1/3 ચમચી – કાળામરી
1/3 ચમચી – મીઠું
1 કપ – સોજી
2 કપ – પાણી

સ્ટફિંગ માટે

100 ગ્રામ – લીલા વટાણા
7-8 કળી – લસણ
1 ટૂકડો – આદુ
2 નંગ – લીલા મરચા
1 ચમચી – તેલ
1/3 ચમચી – જીરૂ
1 ચપટી – હીંગ
1 નંગ – ઝીણી સમારેલી ડુંગળી
1/2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – કોથમીર
2 કપ – પાણી
જરૂરિયાત મુજબ – મીઠું

વઘાર માટે

1 ચમચી – તેલ
2 નંગ – સૂકા લાલ મરચા
2 ચમચી – છીણેલું નારિયેળ

બનાવવાની રીત

સૌ પ્રથમ કઢાઇમાં 2 કપ પાણી ઉમેરીને ધીમી આંચ પર ગરમ કરો. તેમા કાળામરી, મીઠું ઉમેરી લો. જો પાણીમાં ઉકળો આવે તરત તેમા સોજી ઉમેરી લો અને તેને ચઢવા દો. તેને ચઢવામાં ત્રણ મિનિટ લાગશે. સોજીના મિશ્રણને એક થાળીમાં ઉમેરીને ઠંડુ કરવા રાખો. હવે સ્ટફિંગ માટે એક મિક્ષરમાં વટાણા, આદુ, લસણ અને લીલા મરચા ઉમેરની પીસી દો. હવે એક પેન લો તેમા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા જીરૂ, હીંગ ઉમેરો. તે તતડે એટલે તેમા ડુંગળી ઉમેરીને સાંતળી લો. હવે તેમા વટાણાની પેસ્ટ ઉમેરી લો. ત્યાર પછી તેમા મીઠું, મરચું, ગરમ મસાલો, ઉમેરીને 4-5 મિનિટ માટે ધીમી આંચ પર ચઢવા દો. તેમા કોથમીર ઉમેરી લો. હવે ગેસ બંધ કરીને આ મિશ્રણને એક વાસણમાં નીકાળી લો. હવે સોજીના મિશ્રણને લોટની જેમ બરાબર ગુંદી લો હથેળી પર ચિપકે નહી એટલે થોડૂંક તેલ લગાવી લો. હવે સોજીનું મિશ્રણ લઇને તેમા તૈયાર વટાણાનું મિશ્રણ ભરો. તેને ચારેય બાજુથી બંધ કરી લો. હવે તેને હાથથી ચપટું કરી લો,. આ રીતે અન્ય કચોરી બનાવી લો, હવે તેને ઇડલી વાળા સ્ટીમરમાં રાખી ચઢવી લો. 5-7 મિમિટમા તેને સ્ટીમરમાંથી નીકાળી લો. હવે એક પેન લો તેમા તેલ, રાઇ, નારિયેળ, સૂકા લાલ મરચા ઉમેરીને વઘાર કરી લો. તેમા તૈયાર સોજીની કચોરી ઉમેરીને બરાબર મિક્સ કરો. ઉપરથી કોથમીર ઉમેરીને મિક્સ કરો. તૈયાર છે સોજી વટાણાની કચોરી. જેને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન