પતંગ ચગાવવાની સાથે તીખા ખીચડાની માણો મજા, આ રીતે બનાવો ઘરે જ

મકરસંક્રાંતિને ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં જાત-જાતની વાનગીઓ બનાવે છે. તો તેમા તીખો ખીચડો પણ બનાવવામાં આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય તીખો ખીચડો. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સહેલો છે.
સામગ્રી
2 ગ્લાસ – પાણી
2 – લાલ સૂકા મરચા
2 ચમચી – સમારેલી કોથમીર
મીઠુ – સ્વાદાનુસાર
100 ગ્રામ – છડેલા ઘઉં
1/2 કપ – ચણાની દાળ
2 ચમચી – ખાંડ
1 નાની ચમચી – ગરમ મસાલો
2 નાની ચમચી – લાલ મરચુ પાઉડર
1 નાની ચમચી – હળદર
1 કપ – વટાણા
1 કપ – તુવેરની દાળ
2 મોટી ચમચી – આદુ-લીલા મરચાની પેસ્ટ
2 મોટી ચમચી – મગફળી
2 મોટી ચમચી – કોપરાની સ્લાઇસ
1 નાની ચમચી – હીંગ
2 નાની ચમચી – રાઇ
2 સ્ટિક્સ – તજ
4 – લવિંગ
6થી7 – કિશમિશ
5થી 6 – કાજૂ
2 – ખારેક
1 – તેજપાનું
5 મોટી ચમચી – તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ સાતથી આઠ કલાક માટે છડેલા ઘઉંને પાણીમાં પલાળી દો. હવે પ્રેશર કુકરમાં તેને બાફો. તે બાદ તેમા ખારેકને પાણીમાં પલાળી નાના ટૂકડામાં કટ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા લવિંગ, લાલ સૂકૂ મરચું. તેજ પાના અને રાઇને તેલમાં ઉમેરો. 1 મિનિટ બાદ તેમા કોપરાની સ્લાઇસ, હીંગ, કાજૂ અને મગફળી મિક્સ કરી દો. હવે તેમા આદુ અને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચુ પાઉડર, અને કિશમિશ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ઘઉં બરાબર ચઢી જાય તે બાદ તેમા તુવેરની દાળ, લીલા વટાણા અને કોથમીર ઉમેરો. હવે 10 મિનિટ તેને ઢાંકીને બરાબર ચઢવા દો. તેમજ વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો. ખીચડાને થોડોક ઢીલો રાખવો. તૈયાર છે તમારો ગરમા ગરમ તીખો ખીચડો..
આ પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન