Food How to make sweet desert sheer khulma for Ramazan Eid special recipe 2020
  • Home
  • Featured
  • ઇદના દિવસે આ રીતે બનાવો સ્વાદિષ્ટ શીર ખુરમા, એકદમ સહેલી રીત

ઇદના દિવસે આ રીતે બનાવો સ્વાદિષ્ટ શીર ખુરમા, એકદમ સહેલી રીત

 | 2:28 pm IST

ઇદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. પણ શીર ખુરમાનો પોતાનો અલગ જ અંદાજ હોય છે. ઇદને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તો આવો જોઇએ કેવી રીતે બનાવો શીર ખુરમાં(સેવઇ).. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થવા પર તેમાં સેવોને બારીક કરીને ઉમેરો. હવે તેને ધીમી આંચ પર 8-10 મિનિટ માટે શેકો. જ્યારે સેવ આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને ગેસની આંચ પરથી ઉતારીને સાઇડમાં રાખી દો. ત્યાર પછી એક પેનમાં દૂધ ગરમ કરો. જ્યારે દૂધ ગરમ થઇ જાય એટલે તેમા ઇલાયચી અને કેસર ઉમેરી દો. હવે દૂધને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે ઉકળીને અડધું ન રહી જાય. ત્યાર પછી તેમા ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી. ખાંડ ઓગળે ત્યાં સુધી ચઢવા દો. ખાંડ ઓગળી જાય એટલે દૂધમાં સેવ અને સૂકા મેવા ઉમેરીને 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે રમજાનની સ્પેશ્યિલ સેવઇ.. તેને એક બાઉલમાં નીકાળી લો અને સૂકામેવાથી ગાર્નિશ કરી લો.

આ  પણ જુઓ : આ રીતે બનાવો ચોકલેટ શ્રીખંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન