food How to make sweet ghau khichdo for vasi uttarayan Recipe
  • Home
  • Featured
  • વાસી ઉતરાયણે ગળ્યો ખીચડો બનાવવા માટે નોંધી લો રીત

વાસી ઉતરાયણે ગળ્યો ખીચડો બનાવવા માટે નોંધી લો રીત

 | 10:14 am IST

ખીચડો ઉતરાયણમાં ખાવામાં આવે છે. તે બનાવવામાં થોડીક વાર લાગે છે પરંતુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ખીચડો છડેલા ઘઉંમાંથી બનાવવામાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી ગળ્યો ખીચડો..

સામગ્રી

400 ગ્રામ – છડેલા ઘઉં
100 ગ્રામ – તુવેરની દાળ
50 ગ્રામ – ખારેકના ટૂકડા
30 ગ્રામ – સૂકુ ટોપરું
10-25 નંગ – કાજુના ટૂકડા
10-20 નંગ – કિસમીસ
2-3 નંગ – લવિંગ
2 ટૂકડા – લવિંગ
250 ગ્રામ – ખાંડ
2 ચમચી – ઘી
10-15 નંગ – બદામ
1/2 નંગ – જાયફળનો પાવડર
1 ચમચી – ઇલાયચી પાવડર
7-8 તાતણાં – કેસર

બનાવવાની રીત

સૌ પ્રથમ છડેલા ઘઉંને ૧ લીટર હુંફાળા પાણીમાં ૭ થી ૮ કલાલ પલાળી રાખો. તે બાદ ૪૦૦ મીલી લીટર પાણીમાં તુવેરની દાળને પણ ૭ થી ૮ કલાલ પલાળો. છડેલા ઘંઉ તથા તુવેરદાળ પલળી જાય પછી તેનું પાણી કાઢી નીતારી લેવું. ત્યાર પછી કુકરમાં ૨ તેબલ સ્પુન ઘી મુકી તેમાં તજના ટુકડા તથા લવિંગ નાખી વધાર મુકો. વઘાર આવી ગયા બાદ તેમાં પલાળેલા છડેલા ઘઉં તથા તુવેરદાળ શીંગદાણા નાખો.તેમાં ૧૦૦ થી ૧૫૦ મીલી લીટર પાણી કે દુધ નાખી તેને બાફી લો. (બાફતી વખતે કુકરની ૩ થી ૪ સીટી વગાડવી.) છડેલા ઘઉં તથા તુવેરદાળ બફાઇ ગયા બાદ કુકરને ઠરવા દો. કુકર ઠરી ગયા બાદ બફાઇ ગયેલા ઘંઉ તથા તુવેરદાળમાં ખાંડ તથા રેક,કિસમીસ,બદામ,કાજુ ટુકડા,જાયફળ,એલાઇચી,દુધમાં પલાળેલા કેસર નાખી બધુ જ બરાબર હલાવી લો.ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું. ગરમા ગરમ ખાવા માટે પીરસો.

નોંધ: બાફતી વખતે ખાંડ નાખવી નહીં.

આ પણ જુઓ : DL દેશની સરહદની રક્ષા કરતી સેનાનો આજે 72મો આર્મિ ડે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન