Food how to make tasty aloo sev Recipe at home
  • Home
  • Featured
  • હરતા ફરતા પણ ખાય શકશો આલુ સેવ, ઘરે જ બનાવવા નોંધી લો રીત

હરતા ફરતા પણ ખાય શકશો આલુ સેવ, ઘરે જ બનાવવા નોંધી લો રીત

 | 11:58 am IST

ઘણા લોકોને હરતા ફરતા કઇક ખાવાની ટેવ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક બેસ્ટ રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે પણ બનાવી શકો છો. ખાસ કરીને લોકોને આલુ સેવ પસંદ હોય છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય…

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકાને છાલ ઉતારી ખમણી લો. હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, હીંગ, હળદર, મરચું પાવડર, આમચૂર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તે પછી તેમા થોડુંક તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે લોટને સંચામાં ભરો. તે બાદ કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પાડીને મીડીયમ ગેસ પર તળવી. હવે તેને એક પ્લેટમાં નીકાળીને ચાટ મસાલો છાંટી લો અને હલાવી લો. તૈયાર છે આલુ સેવ…

આ પણ જુઓ : શિવરાત્રીને લઈને વડોદરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન