Food How To Make tasty and Healthy Bread Pakoda Recipe
  • Home
  • Featured
  • બ્રેડ પકોડાનો સ્વાદ થઇ જશે બમણો, આ રીતે બનાવો મિનિટોમાં

બ્રેડ પકોડાનો સ્વાદ થઇ જશે બમણો, આ રીતે બનાવો મિનિટોમાં

 | 12:54 pm IST

વરસાદની શરૂઆત થઇ ગઇ છે અને એમા પણ જો ચાલુ વરસાદ હોય અને ગરમા ગરમ પકોડા ખાવા મળી જાય તો મજા જ કંઇક અલગ છે. તો આજે અમે તમારા બ્રેડ પકોડાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. તમે અત્યાર સુધી અલગ- અલગ પકોડા ટ્રાય કર્યા હશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી સાદા બ્રેડ પકોડા. આ બ્રેડ પકોડા તમે બટેટા વગર પણ બનાવી શકો છો.

બનાવવાની રીત

સૌથી પ્રથમ ડુંગળી, લીલા મરચા, કોથમીર ઝીણા કટ લો. ત્યાર પછી તેમાં બધા મસાલા મિક્સ કરી ચણાનો લોટ મિક્સ કરી લો અને થોડૂંક પાણી ઉમેરી તેને મિક્સ કરી ખીરૂ તૈયાર કરીલો. ચણાના લોટના ખીરાને થોડૂંક પાતળું રાખો જેથી તે બ્રેડને ચોટી શકે. ધ્યાન રહે કે લોટમાં ગાંઠ ના વળે. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી એક-એક બ્રેડને બેસનના ખીરામાં બોળી ધીમી આંચ પર તળી લો. તે આછા બ્રાઉન રંગના થાય એટલે એક ટિશ્યુ પેપર પર નીકાળી લો. તૈયાર ગરમા ગરમ બ્રેડ પકોડાને સોસ અને ડુંગળી સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન