Food how to make tasty and Healthy coconut kachori recipe
  • Home
  • Featured
  • હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ કચોરી શિયાળામાં ઘરે બનાવો

હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ કચોરી શિયાળામાં ઘરે બનાવો

 | 9:43 am IST

કચોરીનું નામ આવતાની સાથે લોકોના મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને તમે અત્યાર સુધી ટેસ્ટી કચોરી ટ્રાય કરી હશે પણ શુ તમે ક્યારેય કોકોન કચોરી ટ્રાય કરી છે. જો ના તો આજે અમે તમારા માટે કોકોનટ કચોરીની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય કોકોનટ કચોરી.

2 નંગ – ઇલાયચી
2 નંગ – તજ
2 કપ – નારિયેળ
5-6 કપ – મેંદો
5-6 ચમચી – ઘી
2-3 ચમચી – ખાંડ
2 ચમચી – કિશમિશ
2 કપ – વેજીટેબલ ઓઇલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ તજ અને ઇલાયચીને એક મિક્સરમાં નાંખી પીસી લો અને એક બાજુએ મૂકી દો. હવે એક મોટા વાસણમાં મેંદો લો અને તેમાં ઘી, થોડી ખાંડ અને થોડું મીઠું નાંખો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરો અને મુલાયમ રહે એ રીતે લોટ બાંધી લો. હવે છીણેલું નારિયેળ લો અને તેમાં તજ તેમજ ઇલાયચીનો પાવડર અને પ્રમાણસર ખાંડ મિક્સ કરો. હવે ગુંથેલા લોટને લઇને તેમાં એક નાનું છેદ બનાવો. તેની અંદર નારિયેળ વાળું મિશ્રણ ભરી દો અને પછી તેને કિનારેથી ઢાંકી દો. આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને પછી તેને ડીપ બ્રાઉન રંગ થાય તે રીતે તળી લો. તૈયાર છે તમારી નારિયેળની કચોરી. તમે આ કચોરી ગરમા-ગરમ અને ઠંડી થાય ત્યારે પણ ખાઇ શકો છો.