Food How to make tasty and healthy pasta cutlet Recipe
  • Home
  • Featured
  • હવે ઘરે બનાવો પાસ્તા કટલેસ, બાળકોને પણ ખાવાની પડી જશે મજા

હવે ઘરે બનાવો પાસ્તા કટલેસ, બાળકોને પણ ખાવાની પડી જશે મજા

 | 10:14 am IST

સવારનો નાસ્તોતો દરેક લોકોને બેસ્ટ જોઇએ છે. તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો તો તમે તેને ટેસ્ટી બનાવી શકો છો. તો આજે અમે તમારા માટે એક ટેસ્ટી વાનગી લઇને આવ્યા છીએ. જે તમારા બાળકો પણ ખાય શકશે. આજે અમે તમારા માટે પાસ્તા કટલેસની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પાસ્તા કટલેસ…

સામગ્રી

2 ચમચી – બટર
2 ચમચી – મેંદો
2 કપ – પાસ્તા (બાફેલા)
1 નંગ – ડુંગળી
2 કપ – દૂધ
1/4 કપ – કેપ્સિકમ (લાલ, લીલા)
1/2 ચમચી – કાળામરી પાવડર
2-3 નંગ – લવિંગ
1/4 કપ – ચીઝ (ખમણેલી)
1/2 કપ – બ્રેડ (ક્રમ્બ્સ)
જરૂરિયાત મુજબ – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મીડિયમ આંચમાં એક પેનમાં બટર પીગળાવી દો. હવે તેમા મેંદો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તે બાદ તેમા ડુંગળી અને દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા કેપ્સિકમ, કાળામરી, મીઠું અને લવિંગ ઉમેરીને મિક્સ 1-2 મિનિટ સુધી ચઢવા દો. તે બાદ તેમા બાફેલા પાસ્તા અને ચીઝ ઉમેરીને મિક્સ કરીને ગેસની આંચ બંધ કરી દો. હવે આ મિશ્રણને એક પ્લેટમાં નીકાળી લો હવે તેને કટલેસનો શેપ આપી દો.

તેને સેટ થવા માટે બે કલાક માટે ફ્રીઝમાં રાખો. તે બાદ તેને નીકાળી લો અને તેને મેદાના લોટ અને પાણીનું મિશ્રણ બનાવી લો. હવે ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી લો. તેને મેંદા અને પાણીના મિશ્રણમાં ડીપ કરી લો તે બાદ તેને બ્રેડના ક્રમ્બ્સમાં લપેટીને તેલમાં તળી લો. કટલેસને બન્ને તરફથી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે પાસ્તા કટલેસ.. તેને તમે સોસ કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન