Food How To Make tasty At Home Sambhar masala Recipe
  • Home
  • Featured
  • સંભારનો સ્વાદ થઇ જશે બમણો, આ રીતે બનાવો ઘરે તેનો મસાલો

સંભારનો સ્વાદ થઇ જશે બમણો, આ રીતે બનાવો ઘરે તેનો મસાલો

 | 11:48 am IST

સંભારનું નામ આવતાની સાથે જ દરેક લોકોને સાઉથ ઇન્ડિયન વાનગીઓ યાદ આવે છે એવામાં તમે ઘણી વખત હોટલમાં સંભાર ટ્રાય કર્યો હશે પરંતુ એવો સંભાર ઘરે બનાવવામાં મુશ્કેલી થાય છે. પરંતુ સંભારના સ્વાદને ડબલ કરવો હોય અને તેને હોટલ જેવો સ્વાદિષ્ટ બનાવવો હોય તો ઘરે જ બનાવો સંભારનો મસાલો. જેને ઉમેરવાથી સંભારનો સ્વાદ બમણો થઇ જશે.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક ગેસ પર કડાઇ ગરમ કરો. સૌથી પહેલા તેમા સૂકા ધાણા અને લીમડાના પાન ઉમેરીને મધ્યમ આંચ પર શેકી લો. હવે તે બ્રાઉન થાય એટલે તેમા ચણાની દાળ ઉમેરીને શેકી લો હવે તેને એક પ્લેટમાં નીકાળી લો. તે બાદ તેમા રાઇ, મેથીના દાણાને પણ શેકી લો. હવે તેને પ્લેટમાં નીકાળી ફરીથી કડાઇમાં જીરૂ, કાળામરી અને તજ ઉમેરીને એક મિનિટ શેકીને પ્લેટમાં નીકાળી લો. હવે લાલ સૂકા મરચાને પણ શેકી લો. આ દરેક વસ્તુને એક મિક્સરમાં ઉમેરો અને સાથે હળદર મિક્સ કરીને બારીક પીસી લો. તૈયાર છે સંભારનો મસાલો. જેને તમે એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન