Food How To Make tasty Basundi gujarati Rasoi Ganesha thal
  • Home
  • Featured
  • દાઢે વળગી જશે સ્વાદ, હવે બાસુંદી ઘરે બનાવી ભગવાન ગણેશને ધરાવો થાળ

દાઢે વળગી જશે સ્વાદ, હવે બાસુંદી ઘરે બનાવી ભગવાન ગણેશને ધરાવો થાળ

 | 10:02 am IST

બાસુંદી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો કોઇપણ પ્રસંગમાં આજકાલ ખાસ કરીને બાસુદી બનાવવામાં આવે છે. તે સિવાય જો તમને બાસુંદી ખાવાની ઇચ્છા થઇ હોય તો તમે બજારમાંથી મળતી બાસુદી લાવો છો. પરંતુ શુ આ બાસુદી ઘરે જ બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ બનશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ બાસુંદી..

બનાવવાની રીત
સૌ પ્રથમ બાસુંદી બનાવવા માટે દૂધને એક જાડા વાસણમાં ગરમ કરવા મૂકો. દૂધને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે ઉકળીને અડધું ન થઇ જાય. દૂધને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જેથી તે વાસણમાં ચોટે નહીં. દૂધમાં ખાંડ મિક્સ કરીને ધીમી આંચ પર સતત ગરમ કરતા રહો. આશરે અડધો કલાક દૂધને ઉકાળી લો. હવે તેમા ઇલાયચી પાઉડર અને કેસર મિક્સ કરીને 15 મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી લો.હવે તેને પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરી શકો છો. તે સિવાય તમે બાસુંદીને ફ્રીઝમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો.

આ પણ જુઓ : ઉનામાં વનરાજાનો લટાર મારતો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન