Food How To make tasty curry leave Sikanji Recipe For Stomach pain
  • Home
  • Featured
  • પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર કરવા પીઓ લીમડાની શિકંજી

પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર કરવા પીઓ લીમડાની શિકંજી

 | 10:37 am IST

શુ તમે ક્યારેય લીમડાની શિકંજી પીધી છે. તે બનાવવામાં ખૂબ સહેલી છે. તેને ઘરે લીંબુ, ફુદીના અને લીમડા પાનથી બનાવી શકાય છે. આ શિકંજીમાં ફુદીનો અને લીમડો ઉમેરવાથી તેનો સ્વાદ અલગ જ થાય છે. ગરમીમાં આ ડ્રિંક તમારા શરીરને તાજગી અને ઠંડક પહોંચાડે છે. જેનાથી તમને પેટને લગતી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ લીમડાના પાનની શિંકજી બનાવવા માટે જીરા અને લીમડાના પાનને શેકી લો જેના માટે ગેસ પર ધીમી આંચ પર એક તવો રાખો અને ગરમ થવા દો. જ્યારે તવો ગરમ થાય એટલે તેમા જીરૂ અને લીમડાના પાન ઉમેરો. તેને શેકી લો. હવે એક મિક્સરમાં લીમડાના પાન, ફુદીનો, લીંબુનો રસ, જીરૂ, ગોળ, સંચળ અને પાણી ઉમેરી લો. તે બાદ તેને બરાબર પીસી લો. હવે તેમા બરફના ટૂકડા ઉમેરી લો અને ગ્લસામાં સર્વ કરો. આ શિકંજીથી પેટને લગતી દરેક સમસ્યા થશે દૂર…

આ પણ જુઓ : કેદારનાથમાં સુરેન્દ્ગનગરના પ્રવાસીઓ ફસાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન