Food How To make Tasty Farali Idali For Sharavan fast recipe
  • Home
  • Featured
  • શ્રાવણના સોમવારે બનાવો ફરાળી ઇડલી, આંગળા ચાટતા રહી જશો

શ્રાવણના સોમવારે બનાવો ફરાળી ઇડલી, આંગળા ચાટતા રહી જશો

 | 10:02 am IST

આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. પરંતુ જો તમને ઇડલી ખાવાની ઇચ્છા થઇ છે તો અમે તમારા માટે ફરાળી ઇડલી કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સાઉથ ઇન્ડિયન સ્પેશ્યિલ ફરાળી ઇડલી…

સામગ્રી

૧ કપ – મોરૈયો
૨ ચમચા – સાબુદાણા
૧ ચમચી – ઇનો
૧ કપ – દહીં
૧ ચમચી – મરીનો પાવડર
૧ ચમચી – જીરાનો પાવડર
૧ ચમચી – તેલ
સ્વાદાનુસાર – સિંધવ મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણાને મિક્સરમાં પીસી લો. હવે તેમા તેમાં ૧ કપ દહીં ઉમેરી ને ૨૦ મિનિટ માટે મૂકી દો. તે બાદ તેમા સિંધવ મીઠું, મરીનો ભુકો, જીરાનો પાવડર અને ઇનો મિક્સ કરી લો. હવે ઈડલી બનાવવાની ડિશમાં તેલ લગાવી લો અને તેમા તૈયાર ખીરૂ ઉમેરી લો. હવે તેને સ્ટીમ કરી લો. તે બાદ ઇડલીને બહાર નીકાળી લો. તૈયાર છે ફરાળી ઇડલી.. જે ખાવાની મજા પડી જશે જેને તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.

સ્ટીમર માં.ઈડલી સ્ટીમ કરી લો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન