Food How To Make tasty Fig Anjeer Modak Recipe For Lord Ganesha
  • Home
  • Featured
  • અંજીર મોદક ખાવાની મજા થઇ જશે બમણી, આ રીતે બનાવો ઘરે

અંજીર મોદક ખાવાની મજા થઇ જશે બમણી, આ રીતે બનાવો ઘરે

 | 11:18 am IST

ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે તમે અનેક પ્રકારના મોદક ટ્રાય કર્યા હશે. તો આજે અમે તમારા માટે વધુ એક મોદકની રેસીપી લઇને આવ્યા છીએ. પરંતુ શુ તમે ક્યારેય અંજીર મોદક ટ્રાય કર્યા છે. જો ના તો આજે અમે તમારા માટે અંજીર મોદકની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય અંજીર મોદક..

બનાવવાની રીત
સૌ પ્રથમ અંજીર મોદક બનાવવા માટે મેંગામાં થોડૂક ઘી ઉમેરીને દૂધ કે પાણીથી લોટ બાંધી લો. હવે દૂધમાં પલાળેલા અંજીરને મિક્સરમાં પીસી લો. હવે મીડિયમ આંચ પર એક પેનમાં ઘી ગરમ કરો. હવે ઘી ગરમ થાય એટલે તેમા અંજીર ઉમેરીને શેકી લો. તેને ત્યાં સુઘી શેકો જ્યાં સુધી તે સૂકુ ન થઇ જાય હવે ગેસની આંચ બંધ કરી દો. હવે તેમા ખાંડ અને સૂકા મેવા ઉમેરી એક મિશ્રણ તૈયાર કરી લો અને મિશ્રણને ઠંડુ થવા રાખી મૂકો. હવે તૈયાર લોટની નાની પુરી વણીને તેમા અંજીરનું મિશ્રણ ભરીને મોદકનો આકાર આપી દો. હવો મીડિયમ આંચ પર કઢાઇમાં ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે મોદકને તળી લો. આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અંજીર મોદક..

આ પણ જુઓ :કંગાળ પાકિસ્તાન વિદેશી રોકાણ મેળવવા હવે બેલી ડાન્સરોના સહારે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન